Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

હિટવેવ આવી રહ્યો છે... રાહત કમિશનરની તમામ કલેકટર સાથે વીસી શરૂ : તૈયારીઓ અંગે આદેશો

રાજકોટ તા. ૧૬ : કેન્‍દ્ર સરકારે ભીષણ હિટવેવ - કાળઝાળ ગરમીની રાજ્‍યોને ચેતવણી આપી છે, રાજ્‍ય સરકારે આ બાબતે તાબડતોબ પગલા લેવાનું શરૂ કરી આજે બપોરે ૧૨ાા વાગ્‍યાથી હિટવેવ આવી રહ્યો હોય, તૈયારીઓ - કયા પ્રકારના પગલા લેવા, રાહતકામોમાં શ્રમીકો ખરા બપોરે કામો કરતા હોય ત્‍યારે શું કરવું, તેમજ ગરમી કેટલે પહોંચશે, કયાં શહેરમાં કેવી અસર રહેશે તે તમામ બાબતે રાહત કમિશનરે રાજ્‍યભરના કલેકટરો સાથે ખાસ વીસી યોજી છે. 

કલેકટરે જણાવ્‍યું હતું કે, પ્‍લેન એરીયામાં ૪૦ ડીગ્રી, તો હીલ વિસ્‍તારમાં ૩૦ ડીગ્રી અંગે ઉમેરાયું છે, નોર્મલથી ૭ ડીગ્રી ઉંચુ તાપમાન જાય તો હીટવેવ અંગે પગલા જરૂરી છે, અમે અમારા ડીઝાસ્‍ટર તંત્રને પણ એલર્ટ કર્યું છે, રાજકોટમાં મહત્તમ તાપમાન આગામી દિવસોમાં કેટલુ જશે તે અંગે વીસીમાં નિર્દેશ અપાશે, અમે તમામ પ્રકારના પગલા લઇ રહ્યા છીએ.

(3:31 pm IST)