Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ મેરેથોન માટે રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે જીનીયસ ગ્રુપ

 રાજકોટઃ રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષથી રાજકોટ પોલીસ કમિશ્નર ઓફીસ અને રાજકોટ મહાનગર પાલીકાના સંયુકત ઉપક્રમે પાણી બચાવો, શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફીક નિયમન જેવા વિષયોને પ્રમોટ કરવા સફળ મેરેથોનના આયોજન કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને ચાલુ વર્ષે પણ તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેરેથોન ર૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપની ઓફીશીયલ રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે નિમણુંક કરવામાં આવી છે અને સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતાની રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ સ્થાને નિમણુંક કરવામાં આવી છે. કાર્યક્રમમાં મહતમ રજીસ્ટ્રેશનના આયોજન માટે રજીસ્ટ્રેશન કમીટીના તમામ સભ્યો અને જીનિયસ ગ્રુપના તમામ ટીમ મેમ્બરોને સંસ્થાના ચેરમેન અને રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ ડી. વી. મહેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિશેષ માહિતી માટે સંસ્થાના સીઇઓ ડીમ્પલબેન મહેતાને (૯૮૭૯પ પ૭૧૧૧) અને કાજલબેન શુકલને (૯૩૭૭૬ ૮૮પ૧પ) નંબર પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(4:33 pm IST)