Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દાણાપીઠ વિસ્તારના વિકાસના કામ માટે ૧૦ કરોડ ફાળવો : રાજણી

આગામી બજેટમાં સમાવવા બાબતે કોંગી કોર્પોરેટર દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૧૭ :  શહેરની જુની દાણાપીઠ  સટ્ટાબજાર, રૈયાનાકા ટાવર, મોચીબજાર સહિતના વિસ્તારમા વિકાસ માટે આગામી બજેટમાં રૂ.૧૦ કરોડની ફાળવણી કરવા વોર્ડ નં.૩ ના કોંગી કોર્પોરેટરે અતુલભાઇ રાજાણી દ્વારા મ્યુનિ. કમીશનરનેે પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે અતુલ રાજાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું. કે દાણાપીઠ અને સટ્ટાબજાર વિસ્તારની અતીગંભીર ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે સટ્ટાબજાર પાછળ આવેલા વોંકળા ઉપર સ્લેબ ભરી ત્યાંથી વાહનો અવર જવર કરી શકે તેવો રસ્તો બનાવવાના પ્રોજેકટનો આગામી બજેટમાં સમાવેશ કરશો. વોકળા ઉપર સ્લેબ ભરી રસ્તો બનાવવાથી ટ્રાફીક સમસ્યા ઉકેલાશે તેમજ સ્વચ્છતાના ધોરણો વધુ ઉચ્ચ બનશે તે અંતમાં જણાવ્યું છે.

(4:33 pm IST)