Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નાની ઉંમરમાં રસીકરણથી ગર્ભાશયના કેન્સરથી બચી શકાયઃ ઉમેશભાઇ મહેતા

કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ તા. ૧૭ : સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થા જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અંગદાન, દેહદાન, ચક્ષુદાન વિષે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયેલ. જેમાં સંસ્થાના ચેરમેન ઉમેશભાઇ મહેતાએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી આપી હતી તેમજ જનજાગૃતિના આવા સફળ આયોજન બદલ ખાસ યોગદાન આપનાર ઉત્સાહી એવા મોહનભાઇનો અને આયોજકોનો આભાર વ્યકત કર્યો હતો. ટોટલ ૨૭ જેટલા નામની નોંધણી થઇ હતી.

અંગદાન, દેહદાન અને ચક્ષુદાનના કોઇપણ કામ માટે ઉમેશભાઇ મહેતા (મો. ૯૪૨૮૫ ૦૬૦૧૧)નો સંપર્ક કરવા આ તકે જણાવાયું હતું.

આ પ્રસંગે ગર્ભાશયના મૂળના કેન્સર બાબતે સ્પેશિયલ રાજકોટ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ જેમાં જણાવવામાં આવે છે. પંદર વર્ષથી નાની દીકરીઓને જો વેકિસન આપવામાં આવે તો ગર્ભાશયના કેન્સરથી ૯૯% બચી શકાય છે ત્યારપછી રસીકરણ કરી શકાય છે પણ કેન્સરના ચાન્સીસમાં ઉંમર પ્રમાણે વધઘટ થઇ શકે છે.

શ્રીમતિ પુજાબેન વિજયભાઇ ધોરૃં પરિવાર દ્વારા અગિયાર જેટલી દીકરીઓને સ્વખર્ચે વેકિસન આપવાના સંકલ્પ જાહેર કરાતા લોકોએ વધાવી લીધો હતો.

આ પ્રસંગે ખાસ કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ ઝોનના ચેરમેન નાનજીભાઇ વાડિયા, પૂર્વ ચેરમેન ચંદ્રકાંતભાઇ યુવા સંઘ ચેરમેન ચંદુભાઇ ભાવાણી, ડો. જયેશભાઇ ભગત, વસ્તાભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન પાટીદાર સમાજના પ્રમુખ મહેન્દ્રભાઇ ભગતે અને કાર્યક્રમનું એન્કરીંગ મોહન દીવાણીએ કરેલ હતું. આભારવિધિ લીલાબેન ભગત (મહિલા મંડળ પ્રમુખ)એ કરી હતી.

(4:02 pm IST)