Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટી/૨૦ ક્રિકેટ ટુર્ના.નો ફાયનલ જંગ

૨૧મીએ ખરાખરીનો જંગઃ સીનીયર-જુનિયર વકીલો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૧૭: લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટી/૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ આખરી તબક્કામાં પહોંચેલ છે. જેમનો ફાઇનલ મેચ તા.૨૧/૦૧/૨૦૧૮ના રોજ ટીમ ઇન્ડિયા તથા લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન વચ્ચે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાવ સિંધીયા મેદાનમાં રમાશે.

આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાજકોટના પ્રિન્સીપલ, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી આર.કે.દેસાઇ તેમજ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી બાબી, રાવલ, બ્રહ્મભટ્ટ, પુરોહિત, તેમજ પ્રિન્સીપલ સીવીલ જજ શ્રી દવે તેમજ ચીફ સ્મોલ કોઝ જજ શ્રી રાધનપુરા, મહેતા મેડમ, ચીફ જયુડી. મેજી. બ્રહ્મભટ્ટ, શેખ,ધાસુરા, એસ.એસ.ત્રિવેદી, બાકી સહીતના સીવીલ જજો ઉપસ્થિત રહેશે તેમજ આમંત્રિત રીટાયર્ડ જજશ્રી બક્ષી, શ્રી ત્રિવેદી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ અગાઉ પ્રથમ સેમીફાઇનલ અમીધારા ઇલેવન અને લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન વચ્ચે રમાયેલ જેમાં ૯૦ ૨ને લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનનો વિજય થયેલ જેમાં મેન ઓધ ધ મેચ જયવીર બારૈયા ૮૮ રન અને ૨ વિકેટ મેળવેલ. બીજા સેમીફાઇનલ જયહો, જામનગર તથા ટીમ-ઇન્ડિયા વચ્ચે જેમાં ૩ રને ટીમ-ઇન્ડિયાનો વિજય થયેલ જેમાં મેન ઓધ ધ મેચ બાલાભાઇ ઉર્ફે બાલાજી ૨૭ રન ૧ વિકેટ મેળવેલ.

તેમજ લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના કન્વીનર તથા પૂર્વ ગુજરાત બાર કાઉન્સીલરના ચેરમેન દિલીપભાઇ પટેલ, લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના કન્વીનર પિયુષભાઇ શાહ, હિતેશભાઇ મહેતા તથા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, ઉપપ્રમુખ જયેશભાઇ બોઘરા, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, જોઇન્ટ સેક્રેટરી હરેશ પરસોડા, ટ્રેઝરર રાજભા ગોહિલ તથા તમામ કારોબારી સભ્યો તથા જીલ્લા સરકારી વકીલશ્રી એસ.કે.વોરા તથા શ્રી મહેશભાઇ જોશી, રૂપરાજસિંહ પરમાર, રાજકોટ બાર એશોસીએશનના તમામ બારના પ્રમુખ/હોદેદારોશ્રીઓ તથા સીનીયર ધારાશાસ્ત્રીઓમાં સર્વશ્રી એન.એસ.ભટ્ટ, એન.એસ.દફતરી, અભય ભારદ્વાજ, એ.જી.મોદન, જી.આર.ઠાકર, કમલેશ શાહ, તરૂણભાઇ કોઠારી, ગીરીશભાઇ ભટ્ટ, કમલેશ શાહ, જશુભાઇ કરથીયા, અનીલભાઇ ગજેરા, જયદેવભાઇ શુકલ, અર્જુનભાઇ પટેલ, એલ.જે.સાહી સાહેબ, પી.આર.દેસાઇ, આર.ડી.ઝાલા, રામદેવસિંહ ઝાલા, મહેશભાઇ ત્રિવેદી, સી.એચ.પટેલ, હેમેનભાઇ ઉદાણી, અનિલભાઇ દેસાઇ, પી.સી.વ્યાસ, મયુરભાઇ પંડ્યા, ધર્મેશ લાડવા, યોગેશ ઉદાણી, જે.બી.શાહ, હરેશ દવે સહિતના સીનીયર્સ હાજર રહેશે. તેમજ અમ્પાયર્સ તથા સ્કોરર સર્વશ્રી દિપકભાઇ અંતાણી, એલ.એલ.બારૈયા, મનીષ દવે, જીતુભા જાડેજા, શૈલેષ વનારીયા, સમગ્ર ટુર્નામેન્ટ એડવોકેટ આલમમાં લોકપ્રિય બનેલ હોય જેથી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો એડવોકેટ મિત્રો ક્રિકેટની રમત રમતનો આનંદ માણશે.

લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના હોદેદારો સર્વશ્રી દિલીપભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, ઇન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ ડોડીયા, પરેશ મારૂ, હરેશ પરસોંડા, હિતેશ મહેતા, કૌશિક પંડ્યા, ભાવેશ રંગાણી, તેમજ શાહ, નિલેશ શુકલ, રીપીન ગોકાણી, કપીલ શુકલ, ભાવીન બારૈયા, ચિરાગ સીતાપરા, અજય વ્યાસ, જય બારૈયા, હિમાલય મીઠાણી દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના એડવોકેટની ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરેલ છે.

(3:55 pm IST)