Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કુવાડવા રોડ અને યાર્ડમાંથી બે ટુવ્હીલર ચોરાયા

રાજકોટ તા. ૧૭: પડધરીના નારણકા ગામે રહેતાં કિશોરભાઇ બાલુભાઇ સોલંકી (ઉ.૩૮)નું હોન્ડા જીજે૩જેબી-૦૪૬૬ રૂ. ૨૫ હજારનું કોઇ કુવાડવા રોડ પૂજારા મોબાઇલ નામની દૂકાન નજીકથી ૧૨મીએ ચોરી જતાં બી-ડિવીઝનમાં જાણ કરતાં પોલીસે શોધખોળ બાદ ગુનો નોંધ્યો છે. હેડકોન્સ. હિતુભા ઝાલા વધુ તપાસ કરે છે.

જ્યારે મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં રમેશભાઇ લખુભાઇ તાલાણી (ઉ.૪૧)નું ટીવીએસ એકસેસ જીજે૩જેકયુ-૩૬૭૧ રૂ. ૩૦ હજારનું કોઇ જુના માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાંથી ચોરી જતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિજયગીરી ચંદ્રગીરી ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે.  (૧૪.૫)

(12:40 pm IST)