Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગાંધીગ્રામના શકિતનગરમાં ૧૮ વર્ષની હેતલ ચિહલાનો ફળીયામાં ફાંસો ખાઇ આપઘાત

રાત્રે ગાય ભાંભરડા નાંખવા માંડતા પિતાએ ઉઠીને જોતાં દિકરી લટકતી જોવા મળી

રાજકોટ તા. ૧૭: ગાંધીગ્રામ લાખના બંગલા નજીક વેલનાથ ચોક શકિતનગર-૮/૯ના ખુણે રહેતી હેતલ ધુળાભાઇ ચીહલા (ઉ.૧૯) નામની ભરવાડ યુવતિએ ફળીયામાં ગાય બાંધવાના છાપરામાં લોખંડની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રાત્રીના પોણા ત્રણેક વાગ્યે ગાય ભાંભરડા નાંખવા માંડતા ધુળાભાઇ ચિહલા અને ઘરના સભ્યો જાગી જતાં અને ફળીયામાં જોવા જતાં દિકરી હેતલ ગાય બાંધવાની દોરીના ફાંસામાં લટકતી જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ૧૦૮ને જાણ કરતાં તેના ઇએમટી વિજયભાઇ ગઢવીએ પહોંચી તપાસ કરી તેણીને મૃત જાહેર કરી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એ. ઝાલાએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ મહેશભાઇ લુવા અને રાઇટર કૃષ્ણસિંહે ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર હેતલના પિતા દૂધનો ધંધો કરે છે. તેણી ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી.  મૃતકના સ્વજનોના નિવેદનો નોંધવાના બાકી હોઇ કારણ બહાર આવ્યું નથી. (૧૪.૫)

(12:38 pm IST)