Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શનિવારથી આખુ અઠવાડીયુ વાંકાનેર ખાતે આંખોનો બિલકુલ ફ્રી મેગા કેમ્પ

દેવદયા હોસ્પિટલ - વાંકાનેરે વર્ષોની પરંપરા જાળવી રાખી : વર્લ્ડ ઓથોરીટી ગણાતા સીંગાપોરના સર્જન ડો. સોનલ ગાંધી પ્રથમ ૩ દિવસ સેવાઓ આપશેઃ ભારતીય ડોકટરો પ્રથમ તપાસી અભિપ્રાય આપશે તે દર્દીઓના ઓપરેશન ડો. સોનલ ગાંધી કરશે : મોતિયો - બાળ મોતીયો - ત્રાંસી આંખનું નિદાન- સારવાર - ઓપરેશન ફ્રી કરી અપાશે : આંખના પડદાની તકલીફોનું વિનામૂલ્યે નિદાન કરી અપાશે : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

રાજકોટ, તા. ૧૭ : દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, ગુજરાત સરકાર માન્ય સુપર સ્પેશ્યાલીટી પેડીયાટ્રીક ઓપ્થલમીક હોસ્પિટલ એન. આર. દોશી આંખની હોસ્પિટલ-વાંકાનેર ખાતે તા.૨૦ને શનિવારથી તા.૨૭ જાન્યુઆરી શનિવાર સુધી આંખના દર્દોના વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છ.ે જેમાં સીંગાપોર અને ભારતના નિષ્ણાંત ડોકટરોની સેવાઓનો લાભ મળશે.

આંખના દર્દો જેવા કે મોતીયો, બાળમોતીયો, ત્રાંસી આંખ વગેરેનું નિદાન, સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. જયારે આંખના પડદાની તકલીફનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે.

કેમ્પમાં ખાસ કરીને બાળકોના આંખના દર્દો માટે સીંગાપોરથી મૂળ ભારતીય અને વર્લ્ડ પીડીયાટ્રીક ઓથોરીટી એવા ડો. સોનલ ગાંધીની સેવાઓનો ખાસ લાભ આ કેમ્પમાં પહેલા ત્રણ દિવસ સુધી મળવાનો છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સહુ પ્રથમ ભારતીય ડોકટરો દ્વારા આંખની તપાસ કરવામાં આવશે અને જો ભારતીય ડોકટરોને જરૂર જણાશે તો જ સીંગાપોરથી આવેલ ડોકટર ડો. સોનલ ગાંધીની નિષ્ણાંત સેવાઓનો લાભ મળશે.

મેગા કેમ્પમાં મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન માટે જે તારીખ આપવામાં આવે તે તારીખે દર્દીઓએ ઓપરેશન માટે અચૂક આવવાનું રહેશે.

બાળકો તથા મોટા દર્દીઓ માટે ત્રાંસી આંખના ઓપરેશન વેઈટીંગ લીસ્ટ પ્રમાણે કેમ્પમાં અથવા તો જે તારીખ આપવામાં આવે તે તારીખે કરવામાં આવશે. મોતીયા તથા ત્રાંસી આંખના વિનામૂલ્યે ઓપરેશન કરેલા દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વતી વીવીપીના લાઈબ્રેરીયન ડો. તેજસ શાહે જણાવ્યુ છે.

મેગા કેમ્પમાં લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવુ - નામ નોંધાવવુ ફરજીયાત રહેશે. જેઓનું રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા દર્દીઓ જ આ કેમ્પનો લાભ લઈ શકશે.

રજીસ્ટ્રેશન માટે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવામાં આવશે. જો નક્કી કરેલી સંખ્યા પૂર્ણ થઈ જશે તો ત્યારપછી તમામ નોંધાવી શકાશે નહીં.

નામ નોંધાવવા માટે સવારે ૯ થી ૧૨:૩૦ તથા બપોરે ૨:૩૦ થી ૬ની વચ્ચેના સમયમાં હોસ્પિટલનાં નંબર (૦૨૮૨૮) ૨૨૨૦૮૨ ઉપર અથવા મો. ૭૬૦૦૪ ૪૦૦૨૨ ઉપર ફોન કરીને નામ નોંધાવવંુ.વધુ માહિતી માટે ડો. તેજસ શાહ મો.૭૫૬૭૦ ૪૯૩૦૧ (બપોરે ૩ પછી) તથા ધવલભાઈ, નિખિલભાઈ મો. ૯૪૦૮૯ ૩૯૯૮૨ પર સંપર્ક કરવા જણાવાયુ છે.

આ કેમ્પની માહિતી વધુને વધુ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તેવી સહુને અપીલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:49 am IST)