Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પતંગ દોરાથી ઘવાયેલા ૪૦૦ પક્ષીઓને નવજીવન

એનિમલ હેલ્પલાઈન દ્વારા પ્રેરકકાર્ય : ૨૦ તબીબો અને ૧૫૦ કાર્યકર્તાઓની ટીમ ખડેપગેઃ ગત વર્ષ કરતા આ વખતે ઓછી ઘટના બની

રાજકોટ : મકરસંક્રાંતિએ પક્ષીઓના જીવન બચાવવા કરૃણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન દ્વારા શહેરના ત્રિકોણબાગ, કાલાવડ રોડ, પેડક રોડ, વાવડી, સોરઠીયાવાડી, મવડી, માધાપર ચોકડી સહિતના ૯ જગ્યાએ સારવાર કંટ્રોલરૃમ શરૃ કરાયો હતો. આર્થિક સહયોગ સ્વ. માતુશ્રી માણેકબેન હરજીવનભાઈ ચૌહાણ પરિવાર (હ. શૈલેષભાઈ ચૌહાણ તથા મનોજભાઈ ચાહાણ, મનોજ કટપીસ- રાજકોટ)નો મળ્યો હતો.કંટ્રોલ રૃમમાં ડો. અરવિંદ ગડારા, ડો.કાકડીયા, ડો.દેવશી બોરખતરીયા, ડો. હિતેષ ઘોઘારી, ડો. હિરેન વસાણી, ડો. જલ્પા ચૌહાણ, ડો. જયેશ વાળા, ડો. ભાર્ગવ પટેલ, ડો. મયંક પટેલ, ડો. અવનીશકુમાર, ડો. નિરજસિંહ, ડો. હર્ષિત કર્નલ સહિતના ૨૦ નિષ્ણાંત તબીબો તેમજ ૩૦ જેટલા કર્મયોગી કર્મચારીઓ અને જીવદયાપ્રેમી કાર્યકર્તાઓની ટીમ સતત ખડેપગે રહી હતી.

બે દિવસમાં ૩૯૫ જેટલા કબૂતર, ૬ હોલા, ૨ ખીસકોલી, ૩ ચકલી, ૧ ટીટોડી, ૩ પોપટ એમ ૪૦૦થી વધુ ઘવાયેલા જીવોને સારવાર આપવામાં આવી હતી.

ત્રિકોણબાગ ખાતેના મુખ્ય કંટ્રોલ રૃમની મુલાકાત ગુજરાત રાજયના જીવદયાપ્રેમી  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીએ લીધી હતી. મંચ કાર્યક્રમની શરૃઆતમાં જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠે આ વખતના કરૃણા અભિયાન થકી ચાઈનીઝ દોરાઓનો ઉપયોગ ખૂબ ઘટ્યો છે. તેમજ તંત્ર, પ્રજા, સંસ્થાઓના સમન્વય થકી ગયા વર્ષ કરતા ઓછી ખાનાખરાબી થઈ છે તે બદલ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ સમયે પતંગના દોરાથી ઈજાગ્રસ્ત કબૂતરને સારવાર માટે દત્તક લેવાની સંવેદનશીલ ભાવના દર્શાવનાર રાજકોટના કલેકટર ડો. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે ઈજાગ્રસ્ત કબૂતર દતક આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૃપાણી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, જનકભાઈ કોટક, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડો. દર્શિતાબેન શાહ, ડો. વલ્લભભાઈ કથીરીયા, નિવાસી અધિક કલેકટર હર્ષદભાઈ વોરા, રાજુભાઈ ધ્રુવ, રામભાઈ મોકરીયા, જીતુભાઈ દેસાઈ, કાશ્મીરાબેન નથવાણી, એડવોકેટ પંકજભાઈ કોઠારી, ડો. રશ્મિકાંત મોદી, પારસભાઈ મોદી, જૂનાગઢ વેટરનરી કોલેજના પ્રિન્સીપાલ ડો. પી. એચ. ટાંક, મયુરભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, ડો. માધવ દવે, નરેન્દ્રભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, સલોનીબેન શાહ, નિલેશભાઈ દોશી, ધ્રુમિલભાઈ પારેખ, યોગેશભાઈ પૂજારા, નટુભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, કિશોરભાઈ કોરડીયા, બિરેનભાઈ નરોતમભાઈ પોપટ, દિપકભાઈ કક્કડ, જયેશ ઉપાધ્યાય, સેતુરભાઈ દેસાઈ, નરેન્દ્રભાઈ નથવાણી, તુષારભાઈ મહેતા, જીતુભાઈ વસા, મિલનભાઈ મીઠાણી, રાહુલ ખીવસરા, પ્રકાશભાઈ શાહ, હેમલભાઈ કપાસી, ભાવિકભાઈ શાહ, પ્રકાશભાઈ મોદી, અનુપમ દોશી, વિનુભાઈ મહેતા, સુરેશભાઈ પટેલ, મહેશભાઈ રાજવીર, હરેશભાઈ બુદ્ધદેવ, અશ્વિનભાઈ રાવલ, જગદીશભાઈ શાસ્ત્રી, વિરેશભાઈ બારાઈ, હોસ્પિટલ સેવા મંડળની સમગ્ર ટીમ, શૈલેષભાઈ પટેલ, સુરેશભાઈ બાટવીયા, હિતેશભાઈ ખખ્ખર, રાજકોટ મહાજન પાંજરાપોળના અગ્રણીઓ મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, પરેશ વોરા, એડવોકેટ મયુર ભટ્ટ, વિજયભાઈ શાહ, નિલેશભાઈ કામદાર, મનીષભાઈ પરીખ, રવિ સેજપાલ, વિનુભાઈ પોપટ, આશીષ વોરા, રમેશભાઈ શાહ, સમર્થ કાનાબાર, સંદીક શ્રીમાંકર, સી.પી.દલાલ, પ્રવિણભાઈ કારીયા, અતુલભાઈ પારેખ, સ્વ. ગૌરાંગ શાહ પરિવાર, કિરીટભાઈ કેસરીયા, દેવેનભાઈ કુંડલીયા, એડવોકેટ કેતનભાઈ ગોસલીયા, વિનયભાઈ જસાણી, ભાસ્કરભાઈ પારેખ, હસમુખભાઈ ધ્રુવ, નૈષધભાઈ વોરા, હસુભાઈ ચંદારાણા, જીતુલભાઈ કોટેચા, ભરતભાઇ સુરેજા, યશ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત એનીમલ હેલ્પલાઈન દ્વારા ૨૦મી સુધીના કરૃણા અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસિપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલ વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસતંત્ર, એનીમલ વેલ્ફેર બોર્ડ વિ. સાથે સંકલન કરી સહયોગ અપાઈ રહ્યો છે.

હજુ પણ ઘર પર, ટેરેસ પર, ઓફીસ પાસે વિજળીના થાંભલા પર જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે. જે હટાવી લેવા કરૃણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), ઘનશ્યામભાઈ ઠક્કર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિકભાઈ સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), વિષ્ણુભાઈ ભરાડ, રમેશભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહિતનાઓએ વિનંતી કરી છે.

(4:46 pm IST)