Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આર્કેડિયા શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રા.લી.નું મ્યુ. ફંડ-SIP-IPO સેવા ક્ષેત્રે ધમાકેદાર આગમન

આર્કેડીયાના વાઇસ પ્રેસીડેન્ટ સુનિલભાઇ શાહના પુત્ર નીરવભાઇ શાહનું નવું સોપાન : ઓપનીંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં બ્રોકર્સ-ઇન્વેસ્ટર્સ ઉમટયાઃ નિષ્ણાત આર.એચ. કોઠારી દ્વારા માર્ગદર્શન

રાજકોટ તા. ૧૬ :.. તા. ૧પ-૧-ર૦૧૮ નાં રોજ આર્કેડીયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ કોર્પોરેટર હાઉસ ખાતે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઇપી,આઇપીઓ સર્વિસ માટેનું ધમાકેદાર ઓપનીંગ સેરેમની અને ઇન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ.

આ તકે આર્કેડીયાશેર એન્ડ સ્ટોક બ્રોકર્સનાં વાઇસ પ્રેસીડેન્ટ શ્રી સુનીલભાઇ શાહે તમામ મહેમાનો, બ્રોકર્સ, ત્થા ઇન્વેસ્ટરો, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઇપી વિશે વિસ્તૃત માહિતી આપેલ ત્થા ભવિષ્યમાં મ્યુચ્યુઅલ ફંડ  ગ્રોથ અને પોટેન્શીયલ વિશે  માહિતીગાર કરેલ અને વધુમાં વધુ ઇન્વેસ્ટરો મ્યુચ્યુઅલ ફંડ, એસઆઇપી માં રોકાણ કરે તેવી અપીલ કરેલ.

આ પ્રસંગે રાજકોટનાં નામાંકિત ડોકટર્સ, વી., એડવોકેટસ અગ્રગણ્ય વેપારીઓ ત્થા બ્રોકર્સ અને કલાયમ્ટસ બમણી સંખ્યામાં ઉપસ્થીત રહેલ અને આર્કેડીયા બ્રોકીંગ હાઉસનો જુસ્સો વધારેલ.

આ પ્રસંગે મુંબઇથી ખાસ મ્યુચ્યુઅલ ફંડ ત્થા એસઆઇપી સેવા ક્ષેત્રનાં ટ્રેઇનર ત્થા મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રનાં દિગ્ગજ શ્રી આર. એચ. કોઠારી ખાસ ઉપસ્થિત રહેલઅને મ્યુચ્યુઅલ-એસઆઇપી વિશેની ખુબ વિસ્તૃત અને  ઉંડાણભરી માહિતી  આપેલ અને ઉપસ્થીત મહેમાનો, બ્રોકર્સ ત્થા ઇન્વેસ્ટરોને આ ક્ષેત્રનાં ઉજ્જવળ ભવિષ્ય વિશે અને આ ક્ષેત્રમાં વધારેમાં વધારે ઇન્વસ્ટરો રોકાણ કરે તેવી અપીલ કરેલ છે.

આ પ્રસંગે આર્કેડીયા શેરનો વાઇસ પ્રેસીડેન્ટ શ્રી સુનિલભાઇ શાહનાં પુત્ર શ્રી નિરવભાઇ શાહ કેજેઓ એમબીએ છે. અને આઇપીઓ-મ્યુચ્યુઅલ ફંડ ત્થા એસઆઇપીનો ખુબ સારા અભ્યાસુ છે અને ઉપરોકત સેવા ક્ષેત્રની ખુબ જ ઉંડી જાણકારી ધરાવે છે. તેઓએ ઉપસ્થીત મહેમાનો, બ્રોકર્સ તથા ઇન્વેસ્ટરોને મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી, આઇપીઓ માં શા માટે રોકાણ કરવું જોઇએ તે વિશે ખૂબ જ આગવી રીતે  સમજાવેલ છે. અને બધા જ ઇન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઇપી માં રોકાણ કરવુ જ જોઇએ તેવી અપીલ કરેલ. અમે આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંચાલન કરેલ.શ્રી નીરવભાઇ શાહ ખૂબ જ સારૂ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખુબ સારી ટીમ અને આ ક્ષેત્રે ખુબ જ સારી પ્રતિભા ધરાવે છે.

ઉપરોકત પ્રસંગે શ્રી સુનિલભાઇ શાહના મોટા પુત્ર શ્રી અખિલભાઇ શાહે ઉપસ્થીત તમામ મહેમાનો, બ્રોકર્સ ત્થા ઇન્વેસ્ટરોનો ખુબ ખુબ આભાર માનેલ અને તેઓનો  ભવિષ્યમાં પણ આ જ રીતે સહકાર મળતો રહે   તેવી આશા વ્યકત કરેલ. કોન્ટેકટ નીરવ શાહ મો. ૯૯૭૪૪ ૪૮૪૪૦, મો. ૭૮ર૦૦ ૦૦૪૪૪.

(4:13 pm IST)