Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બાપ-દિકરા વચ્ચે ‘ઉતરાયણ’ માં બેટ બોલનો જંગ...

રાજકોટ : મકર સંક્રાંતિના દિવસે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે પોતાના પરિવાર સાથે ઉતરાયણની મોજ અર્થે પોલીસ હેડ કવાર્ટર પહોîચ્યા હતા, પરંતુ પેચનો જંગ જામે તે પહેલા હેડ કવાર્ટર મેદાન ઉપર કલેકટર ડો. વિક્રાંત પાંડે અને તેમના ૧૦ વર્ષના પુત્ર આદિત્ય નારાયણ પાંડે વચ્ચે બેટ બોલનો જંગ જામી ગયો હતો, પિતા વિક્રાંત પાંડેની બોલીંગમાં પુત્ર આદિત્યએ ચોકકા-છકકાની રમઝટ બોલાવી દિધી હતીતસ્વીરમાં પિતા-પુત્ર વચ્ચે રવિવારનો બેટ બોલનો જંગ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (પ-ર૭)

(2:09 pm IST)