Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કાલે નવા થોરાળામાં વિનામુલ્યે સર્વરોગ આયુર્વેદ-હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ

દવાઓ પણ અપાશેઃ વૈદ્ય જયેશભાઇ પરમાર, વૈદ્ય કે. જી. મોઢ સહિતના આગેવાનો હાજરી આપશે. સરસ્વતી શીશું મંદિર ખાતે આયોજન

 રાજકોટઃ સરકારી આયુર્વેદ હોસ્પિટલ યુનિ. રોડ રાજકોટ દ્વારા સરકારશ્રી તરફ ઉજવવામાં આવતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરસ્વતી શિશુ મંદિર (૧૪-૧૫ નવા થોરાળા) ખાતે તા.૧૭ના રવિવારે ૯ થી ૧ દરમિયાન વિનામુલ્યે સર્વરોગ આયુર્વેદ હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પમાં દવાઓ પણ વિનામુલ્યે અપાશે. જેનો જાહેર જનતાને લાભ લેવા નિવેદન કરવામાં આવે છે.

કેમ્પ સંયોજક વૈદ્ય એચ.એમ. જેતપરીયા, આર.એમ.ઓ.સ.આ.હો. રાજકોટ વૈદ્ય શ્રીમતી સી.જે. પરમાર મે.ઓ. સ.આ.હો. રાજકોટ ડો.આર.જે. ઉપાધ્યાય એમ.ઓ (હોમીયો) સ.આ.હો. રાજકોટ છે.

કેમ્પના પ્રસંગે વૈદ્ય જયેશભાઇ પરમાર નિયામકશ્રી આયુષ ગુજરાત રાજય ગાંધીનગર, શ્રી અપૂર્વભાઇ મણીયાર (ચેરમેન સરસ્વતી શિશું મંદિર રાજકોટ) , ડો. બળવંતભાઇ જાની (મેનેજીંગ ટ્રસ્ટી સરસ્વતી શીશું મંદિર રાજકોટ), વૈદ્ય કે.જી. મોઢ (જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જીલ્લા પંચાયત રાજકોટ), શ્રી ખંતીલભાઇ મહેતા (ટ્રસ્ટી સરસ્વતી શીશું મંદિર રાજકોટ) ઉપસ્થિત રહેશે.

'ફિટનેશ કા ડોઝ આધા ઘંટા રોજ' સુત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

કેમ્પમાં વૈદ્ય એચ.એમ. જેતપરીયા (આર.એમ.ઓ. સ.આ.હો. રાજકોટ), શ્રીમતી, સી.જે. પરમાર (મે.ઓ.સ.આ.હો. રાજકોટ), વૈદ્ય ભાનુ પી. મેતા (મેડીકલ ઓફીસર સ.આ.દ.ખરેડી), ડો. આર.જે.ઉપાધ્યાય (એમ.ઓ. (હોમીયો) સ.આ.હો.રાજકોટ), ડો. તેજસ રામકબીર એમ.ઓ. (હોમીયો) સ.હો.દ છાસીયા), ખ્યાતીબેન પરીખ (યોગ ટ્રેનર, સ.આ.હો.વેલનેસ સેન્ટર, રાજકોટ), વૈદ્ય પ્રીતેશ દવે (મેડીકલ ઓફીસર સ.આ.દ.ખાંભા) અને વૈદ્ય રાજેશ ઘીયાડ (મેડીકલ ઓફીસર સ.આ.દ. ધોરાજી) સેવા આપશે.

(4:34 pm IST)