Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નિવૃત આર્મી ઓફીસરોની કંપની 'ઇવોલેટ ઇલેકટ્રીક સ્કુટર'ના આઉટલેટનો જુનાગઢ અને રાજકોટમાં શુભારંભ

હવેનો જમાનો છે ઇલેકટ્રીક સ્કુટર અને મોટરસાઇકલનો : પ્રેરણા ચતુર્વેદી

હાલમાં પાંચ મોડેલ લોન્ચ, ટુંક સમયમાં નવા મોડેલો આવશે, ૪૫ થી ૭૦ હજારની રેન્જવાળા સ્કુટર ત્રણ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઇ જશે, બેટરીમાં પણ ત્રણ વર્ષની ગેરેંટીઃ દેશભરમાં ૬૦ આઉટલેટસઃ પત્રકાર પરીષદમાં વિગતો અપાઇ નિવૃત આર્મી ઓફીસર પ્રેરણા ચતુર્વેદી 'અકિલા'ના આંગણે

રાજકોટઃ ઇલેકટ્રીક સ્કુટર બનાવતી કંપની 'ઇવોલેટ'ના કો-ફાઉન્ડર અને સીઇઓ સ્કવાડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદી 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પોતાની કંપનીના ઇલેકટ્રીક  સ્કુટર અંગે ઘણી ચર્ચા કરી હતી. તે પ્રસંગની તસ્વીર.

રાજકોટઃ ઇવોલેટ, ગુરુગ્રામ સ્થિત રિસાલા ઇલેકિટ્રક મોટર્સનો એક ભાગ છે જે સેનામાંથી રિટાયર્ડ થયેલા દિગ્ગજો દ્વારા ઇલેકિટ્રક વાહનનું સ્ટાર્ટઅપ કર્યું હતું. કંપનીએ ઇ-મોબિલિટી સેગમેન્ટમાં પોતાના માટે એક આગવું સ્થાન બનાવ્યું છે જે નવા જમાનાના ઇલેકિટ્રક સ્કૂટર, મોટરસાઇકલ અને કવાડ બાઇકની શ્રેણી સાથે ઇલેકિટ્રક વાહન બજારને ઇલેકિટ્રફાઇડ કર્યું છે. કંપનીનો ઉદ્દેશ પરિવારના દરેક EV વપરાશકર્તાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ મૂલ્ય પ્રોડકટ રેન્જને રોલ આઉટ કરવાનો છે. ઇવોલેટ ઇલેકિટ્રક સ્કૂટર અને મોટરસાઇકલ ઇલેકિટ્રક ટુ-વ્હીલરના પ્રણેતા પણ છે જે ખાસ કરીને કોર્મશિયલ વપરાશકર્તાઓ અને ડિલિવરી ઓપરેટરો માટે તે ડિઝાઇન કરવામાં આવ્યું હોવાનું કંપનીના કો-ફાઉન્ડર અને સીઇઓ સ્કવાડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદીએ પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ.

ઇવોલેટના મજબૂત ટુ-વ્હીલર્સ, બ્રાન્ડેડ ધન્નો ખાસ કરીને કોર્મશિયલ વપરાશકર્તાઓ અને ડિલિવરી ઓપરેટરો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વાહન આગળ અને પાછળના પ્લેટફોર્મ સાથે વિસ્તૃત કરવામાં આવ્યું છે. જે ૫૦૦ કિલો સુધીનું વજન લઇ જઇ શકે છે. આ વાહનો ૧૦૦ ટકા ઇલેકિટ્રક હોવાથી માત્ર પર્યાવરણને જ અનુકૂળ નહીં પરંતું પેટ્રોલ તથા ડીઝલની સરખામણીમાં તેને ચલાવવાનો ખર્ચ ઓછો આવે છે. ધન્નો રેન્જના વાહનોમાં વપરાશકર્તાઓને ઉપયોગના આધારે રૂ.૨૫ હજારથી-૫૦ હજાર સુધીની બચત કરી શકે છે.

પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ અને વધી રહેલા પ્રદુષણની સામે ઇલેકિટ્રક વાહનો તરફ મોટા પાયે લોકો વળી રહ્યાં છે. ત્યારે  દુર્ગા નવમીના શુભ અવસર પર શો-રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઇવોલેટ દેશમાં ઇલેકિટ્રક વાહન ઇકોસિસ્ટમ્સ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. અમે એક જ દિવસમાં જૂનાગઢ, દરભંગા અને ગંતુરમાં આઉટલેટ્સ શરૂ કર્યાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમે ટૂંક સમયમાં અમદાવાદ, જામનગર અને દ્વારકામાં પણ અમારા આઉટલેટ શરૂ કરવા જઇ રહ્યાં છીએ. ગુજરાતના ગ્રાહકો ખૂબ પ્રગતિશીલ અને દૂરંદેશી છે, અને અમે તેમને ઇવોલેટ ઇલેકિટ્રક વાહનોની શ્રેણી સાથે તેમને જીતવા માટેનો વિશ્વાસ ધરાવીએ છીએ તેમ ઇવોલેટના કો-ફાઉન્ડર અને સીઇઓ સ્કવાડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદીએ જણાવ્યું હતું.

અર્બન ઓટોઝોનના માલિકો અને રાજકોટમાં ઇવોલેટ વાહનોના મુખ્ય ડીલર્સ હિતેશ ગોજીયા અને નિતેશ નંદાણીયાએ જણાવ્યું હતું કે, 'રાજકોટમાં ઇવોલેટ વાહનોની રેન્જ લાવતા અમને આનંદ થાય છે. અમે માત્ર એક દિવસ પહેલા શોરૂમ લોન્ચ કર્યો હતો, પરંતુ અમને પહેલાથી જ ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ઇવોલેટ ઇલેકિટ્રક વાહનો માત્ર પોકેટ ફ્રેન્ડલી જ નહીં પરંતુ પર્યાવરણને અનુકૂળ પણ છે. અમે ગ્રાહકોને અપીલ કરીએ છીએ કે ચાલુ તહેવારની સીઝનમાં અમારા શોરૂમની મુલાકાત લો અને ટેસ્ટ રાઇડ લો.

આ તકે જૂનાગઢ ખાતે આવેલા ઓમ ભવાની ઇ-બાઇકસના માલિક ધર્મેશભાઈ દેવરાજભાઈ રાઠોડ અને પાર્થ વલ્લભભાઈ દધાણીયાએ જણાવ્યું હતું કે, 'બિઝનેસ શરૂ કરવાની આ એક ઉજ્જવળ તક છે, જે આપણી પ્રકૃતિ તરફથી નામ, ખ્યાતિ અને આશીર્વાદ આપે છે. ઇલેકિટ્રક વાહનોમાં આ એક નવો યુગ છે અને અમે ઇવોલેટનો હિસ્સો બનીને ખુશ છીએ. 

ઇવોલેટ હાલમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ૬૦ આઉટલેટ ધરાવે છે અને આ વર્ષના અંત સુધીમાં બીજા વધુ આઉટલેટ્સ શરૂ કરવા ઇચ્છીએ છીએ.

ઇવોલેટ વાહનોની સંપૂર્ણ શ્રેણી નેકસટ જનરેશનના 'કનેકટેડ અને સ્માર્ટ' સ્કૂટર અને બાઇક છે જે આઇઓટી સક્ષમ મોબ એપ જેવી સુવિધાઓથી સજ્જ છે જે રાઇડર્સને બેટરી હેલ્થ, ર્ચાજિંગ સ્ટેટ્સ, જીપીએસનો ઉપયોગ કરીને ફોન પર સુરક્ષિત ટ્રેકિંગ, વિશ્વસનીયતા ઉપરાંત માઇલેજની પણ માહિતી આપે છે.

ઇવોલેટ વાહનોની રેન્જમાં પોલો, પોની અને અન્ય મોડેલોનો પણ સમાવેશ થાય છે. જે વય જૂથ, જેન્ડર્સ અને હેતુઓના વપરાશકર્તાઓ માટે આદર્શ છે. તેઓ શ્રેષ્ઠ-વર્ગની સુવિધાઓ અને સલામતીના માપદંડોને રજૂ કરે છે. આ વાહનો ટકાઉ છે અને ઉચ્ચ ટેક્નોલોજી હોવા છતાં તેની જાળવણીનો ખર્ચ ઓછો આવે છે.

ઇવોલેટ સ્કૂટર અને મોટરસાઇકલ આકષર્ક કિંમત રૂ. ૪૫,૦૦૦ થી રૂ. ૭૦,૦૦૦ની રેન્જ  જે આપણી મોટા ભાગની વસ્તિને પરવડે તેવી કિંમતમાં રજૂ કરાઇ છે. ગ્રાહકોને નીચા વ્યાજ દરે EMI પર ખરીદવાનો વિકલ્પ પણ છે. જુદી જુદી સરકારી યોજનાઓ હેઠળ ઉપલબ્ધ સબસિડી અપફ્રન્ટ ખરીદી ખર્ચને વધુ ઘટાડે છે. જ્યારે વાહન સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે ૮૦-૧૨૫ કિમીનું અંતર કાપી શકે છે. 

ઇવોલેટ રાજકોટ, અર્બન મોટરઝોન, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ સામે, રાજકોટ શ્રી નીતેશભાઇ નંદાણીયા મો.૯૨૬૫૦ ૬૩૫૩૯, શ્રી હિતેષભાઇ ગોજીયા મો.૯૯૦૪૬ ૧૬૪૧૭ (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(4:33 pm IST)