Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજકોટ સુરક્ષા તરફઃ ૯૬.૪૬ ટકાએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો

૧૧.૨૪ લાખ લોકોએ પ્રથમ અને ૭.૨૦ લાખ પૈકી ૬.૨૪ લાખ(૮૬.૬૬ ટકા) લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો

રાજકોટઃ કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વેય રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં ૧૧,૨૪,૫૪૩ લાખ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા ૯૮.૪૬ ટકા નાગરીકોએ પ્રથમ ડોઝ લઇ લીધાનું તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગે આરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૭૫ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૭૩૬ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝ તથા ૧૩,૬૧૯ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૧૯,૩૩૩  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૧૮ વર્ષથી ઉપરનાં ૧૦,૪૫,૬૧૭ નાગરીકોએ પ્રથમ ડોઝ, તથા ૧૮ વર્ષથી ઉપરનાં ૫,૫૩,૮૫૯ નાગરીકોએ બીજો ડોઝ લઇ લેતા સહિત કુલ ૧૬,૭૯,૬૩૯ ડોઝ આપવામાં આવ્યા છે.

(4:29 pm IST)