Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ર૭ વિષયોની ૧૮૮ બેઠકો ઉપર P.hd. મેરીટ પ્રવેશ પરીક્ષાનો પ્રારંભ

કોવીડની ગાઇડ લાઇનનું પાલનઃ રાત્રે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પરિણામ

રાજકોટ તા. ૧૬ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષાનો કોવીડની માર્ગદર્શનનું કડક પાલન કરી શાંતિપૂર્ણ ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખાની ર૭ વિષયોની ૧૮૮ બેઠકો ઉપર પી.એચડી., મેરીટ પ્રવેશ પરીક્ષા ૪ સેશનમાં લેવાઇ રહી છે. પ્રવેશ પરીક્ષા સમિતિના કો.-ઓડીનેટર ડો. ગીરીશ ભીમાણી અને મેહુલ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કડક પ્રબંધો વચ્ચે પરીક્ષા લેવાઇ રહી છે.

પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થયા તે માટે આજે સાંજે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પરીણામ જાહેર કરી દેવામાં આવશે.

(4:30 pm IST)