Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સ્વ.ભીખાભાઇ વસોયાના આત્મ મોક્ષાર્થે બોરીચા પરિવાર દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ : તાજેતરમાં સ્વર્ગવાસ પામેલ પૂર્વ ડે. મેયર અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સ્વ. ભીખાભાઇ વસોયાના આત્મ મોક્ષાર્થે સ્વ. રતિભાઇ રામભાઇ બોરીચા પરિવારના રાજુભાઇ બોરીચા તથા વૈભવભાઇ બોરીચા દ્વારા શહેરની સીવીલ હોસ્પિટલની બ્લડ બેંકના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ રકતદાન કેમ્પમાં વોર્ડ નં. ૧૧ ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં ૧૩૬ બોટલ રકત એકત્ર થયુ હતુ. આ સેવાયજ્ઞ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્વિન મોલીયા, કોર્પોરેશન શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. વિજય દેશાણી, આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ, ગંભીરસિંહ પરમાર, કોર્પોરેટર અનિલભાઇ રાઠોડ, જયેશભાઇ સોરઠીયા, ગૌસેવા ટ્રસ્ટના ગોરધનભાઇ લકકડ, દેવદાનભાઇ જારીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વૈભવભાઇ બોરીચા, અમિતભાઇ બોરીચા, વોર્ડ નં. ૧૧ ના ભાજપ વોર્ડ પ્રમુખ સંજય પીપળીયા, મેહુલભાઇ બોરીચા, પ્રવિણભાઇ પાઘડાર, સંજય બોરીચા, સંજય દવે, કાનાભાઇ ગમારા, પ્રવિણભાઇ કપુરીયા, વિનુભાઇ સોરઠીયા, હિતેશ મુંગરા, વિજયભાઇ એન. વાંક, હિતેશ બોરીચા, મનીષ ચાવડા, ધર્મેશ સોલંકી, રાજુભાઇ ખુમાણ, પ્રિતેશ ભુવા, હરસુખભાઇ માંકડીયા, આયદાનભાઇ ખાદા, સાધાભાઇ સવસેટા, મોહનભાઇ પાંભર, મહેશભાઇ વેકરીયા, કીરીટભાઇ કાનપરા, ફર્નાન્ડીઝ પાટલીયા, દીનેશભાઇ ચાપાણી સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)