Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

માંધાતાસિંહજી સહિત રાજવી પરીવારે કરેલ વારસાઇ નોંધની અરજી સામે દાદાની પૂત્રી દ્વારા વાંધા અરજી અંગે હવે સુનાવણી

પૂર્વ મામલતદારે જવાબો સ્વીકાર્યા બાદ સરકારના જાહેરનામાંથી વધુ સુનાવણી માટે કેસ સીટી પ્રાંત-૧ માં મોકલ્યો : સીટી પ્રાંત કહે છે આ કેસ પૂર્વ મામલતદાર જ ચલાવશે કારણ કે જાહેરનામા પહેલા નોંધ પડી છે. વાંધા અરજી આવી છે : માંધાતાસિંહજી ઉપરાંત તેમના માતુશ્રી તથા બે બહેનોએ વારસાઇ નોંધ માટે અરજી કરેલઃ તે સામે ઝાંસીથી અંબાલીકા દેવીએ વાંધો લીધો છે : આ કેસની ફાઇલ અમે પૂર્વ વિસ્તારના મામલતદારને પરત મોકલીશું સિદ્ધાર્થ ગઢવી

રાજકોટ તા. ૧૬ : રાજકોટ શહેર પૂર્વ મામલતદાર સમક્ષ-ગુપ-રના રેવન્યુ સર્વે નં. ૧ર૯ પૈકી ૩ ની જમીનમાં ઇ-ધારા રેકર્ડમાં હક્કપત્રક ફેરફારના સંદર્ભે ગામ નમુના નં. ૬ની વારસાઇ નોંધ નં.૪૮૮૦ રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા, શાંતિદેવી મનોહરસિંહજી  જાડેજા (પુષ્કર)  મીનાકુમારી દેવી મનોહરસિંહજી જાડેજા (રાજકોટ) અને ઉમાકુમારી મનોહરસિંહજી જાડેજા-વાઇફ ઓફ છત્રસાલસિંહ (કિલ્લા ઉચારેશ) સનના મધ્યપ્રદેશ) દ્વારા તા. ૩૦/૬/ર૦ર૦ થી ઓનલાઇન દાખલ થયેલ, જે સંર્દભે મામલતદાર પૂર્વ દ્વારા જે તે સમયે ૧૩પ-ડીની નોટીસ કાઢતા આ વારસાઇ નોંધની એન્ટ્રી સામે ઝાંસી ઉતર પ્રદેશમાં રહેતા અંબાલીકા દેવી મનોહરસિંહજી જાડેજા (દાદાના દિકરી) વાઇફ ઓફ પુષ્પેન્દ્રસિંહે  તા.૩૧/૭/ર૦ર૦ ના રોજ વાંધા અરજી આપતા આ નોંધ તકરારી રજીસ્ટરે લેવાઇ  હતી.

આ પછી આ તકરારી નોંધ અંગે જે તે પૂર્વ મામતલદાર તા. ૪/૯/ર૦ર૦ના રોજ બપોરે બંને પક્ષકારોને સાંભળવા માટે બોલાવ્યા હતા. તે સમયે જવાબો લેવાયેલ પરંતુ સુનાવણી થઇ ન હતી.

આ દરમિયાન રાજય સરકારે એવુ જાહેરનામુ  તા.ર૦ સપ્ટેમ્બરના રોજ બહાર પાડયું હતું કે હવે તકરારી કેસોની સુનાવણી જે તે વિસ્તારના પ્રાંત અધિકારી કરશે, પરીણામે પૂર્વ મામલતદાર આ કેસ રાજકોટ સીટી પ્રાંત-૧ની  કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો.

પૂર્વ મામલતદાર કચેરીના અધીકારી સૂત્રોએ જણાવેલ કે, અમે આ કેસ અમે ગઇકાલે સીટી પ્રાંત-૧ શ્રીને મોકલ્યો છે, હવ ેત્યાં સુનાવણી થશે, દરમિયાન આ અંગે સીટી પ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવીનો સંપર્ક કરતા તેમણે ''અકિલા''ને જણાવેલ કે અમે આ કેસમાં સુનાવણી કરી નથી, કારણ કે આ કેસમાં ઓલરેડી અગાઉ મામતલાદર કચેરીમાં જવાબો રજુ થયા છે. અને સરકારના જાહેરનામા પહેલાનો આ કેસ  અને તેમાં નોંધ પડેલી છે, તથા તે નોંધ સામે વાંધા અરજી આવી છે, આથી આ કેસ અમે પૂર્વ મામલતદાર કચેરીમાં પરત મોકલી રહ્યા છીએ, ત્યાં હવે સુનાવણી થશે.

(4:04 pm IST)