Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સ્ટેન્ડીંગ કમીટીમાં પ્રજાના પૈસા ઉડાવતી ૯ દરખાસ્તો કોંગ્રેસનો આક્ષેપ

પેવિંગ બ્લોક, પાઇપલાઇન, ભોજન ખર્ચની દરખાસ્તોમાં બિનજરૂરી નાણાનો વ્યય : વિપક્ષ સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટ, તા.૧૬ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં ૯ જેટલી દરખાસ્તોમાં પ્રજાના પૈસાનો વ્યય થતો હોવાના આક્ષેપો સાથે સ્ટેન્ડીંગના વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.૧૧) વિરોધ દર્શાવ્યો છે.

આ અંગે ઘનશ્યામસિંહે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧માં આલાપ ગ્રીન સીટીના ખુલ્લા પ્લોટમાં 'જનભાગીદારી યોજના 'હેઠળ પેવીંગ બ્લોક નાખવાના કામ માટે રૂ.૧૪,૭ર,૬૦૦-૦નું એસ્ટીમેન્ટ મંજૂર કરેલ તેમની સામે દિનેશભાઇ ચૌહાણને વધારાના ૧૦.૭પ% વધુ ભાવ ચૂકવાને આ કામ રૂ.૧૬,૩૦,૯૦પ-૦૦ કરવામાં આવેલ છે. તો આ મોટી ટકાવારી શા માટે ચૂકવવામાં આવે છે ? માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે. આ ઉપરાંત વોર્ડ નં.૧માં જ લાભદીપ સોસાયટીમાં સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક લગાડવા માટે કુલ રૂ. ૧૯,૬૧,૮૦૦ના એસ્ટીમેન્ટ સામે મહારાણા ડેવો.ને વધારા ૯% વધુ ભાવ આપીને રૂ.ર૧,૩૮,૩૬ર-૦૦ના ખર્ચ સામે આ કામગીરી પણ વધારાનો ખર્ચને ટકાવારી હોય.  આ દરખાસ્તનો પણ મારો વિરોધ છે.

ઉપરાંત વોર્ડ નં.૧ ગોૈતમનગરમાં રસ્તાની સાઇડ સોલ્ડર જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક નાખવાનું કામ રૂ.૪૩,૧૭,૭૦૦નું એસ્ટીમેન્ટ સામે વધારાના ૯.૯૯% વધુ ભાવ ચૂકવીને ૪૭,૪૯,૦૩૮-૦૦ મંજુર કરવાની આ દખાસ્તમાં પણ વધારાની ટકાવારીને ચૂકવણા સામે મારો વિરોધ છે ત્થા વોર્ડ નં.૧માં અક્ષરનગર શેરી નં.૧ (૪ પાર્ટ) પમાં હરીઓ સોસાયટીમાં 'જનભાગીદારી યોજના' હેઠળ પેવીંગ બ્લોક નાખવામાં કામગીરીનું રૂ. રર,૮૪,પ૦૦-૦૦ એસ્ટીમેન્ટ સામે વધારાના ૧૦.૯૮% વધુ ભાવ ચૂકવીને દિનેશભાઇ ચૌહાણને રૂ.રપ.૩૩ર૮ર -૦૦ ચુકવવાની આ દરખાસ્ત પણ વધારાની ટકાવારી તેમજ ચૂકવણા સામે પણ વિરોધ છે.

જયારે વોર્ડ.૧માં સત્યનારાયણનગર તથા કષ્ટભંજન સોસાયટીમાં રસ્તાની સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બલોક લગાડવા માટે રૂ. ૪૧૭૩પ૦૦ની સામે વધારાના ૯૦% વધુ ભાવ આપીને મહારાણા ડેવો.ને રૂ. ૪પ,૪૯,૧૧પ-૦૦નું ખર્ચ મંજુર કરવાની આ દરખાસ્ત પણ નો પણ મારો વિરોધ છે ત્થા વોર્ડ નં.૧માં મોચીનગર-૬ શેરી નં.૧થી ૭માં રસ્તાની સાઇડ લોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેચીંગ બ્લોક નાખવા માટે એસ્ટીમેન્ટ રકમ રૂ. ૩૪૬૭પ૦૦ મંજુર કરવામાં આવેલ છે તેની સામે મહારાણા ડેવો.ને ૯.૮૧ વધુ ભાવ ચૂકવીને ૩૮,૦૭,૬૬રનું ખર્ચની આ દરખાસ્તમાં વધારાના ચૂકવણા સામેનો વિરોધ છે.

આ ઉપરાંત ર૬મી જાન્યુઆરી-ર૦ર૦ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં જુદા જુદા કાર્યક્રમો માટે થયેલા ખર્ચ તથા સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૧૯ અન્વયે થયેલા ખર્ચ રૂ. ૪,૪પ,૪૩૯-૦૦ ખરેખર યોગ્ય છે. આવા ખર્ચ કરવાથી આપણા શહેરને શો ફાયદો થયેલ છે ? જો આવા પ્રોગ્રામથી જો ફાયદો થાય તો ખર્ચ યોગ્ય છે, પણ ફાયદાના નામે શૂન્ય છે તેમજ ચાલુ વર્ષ કોરોના વાયરસ સામે દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવેલ હોય તો પ૦ ટકા ખર્ચ ઓછો થયો હોત.  માટે આ દરખાસ્તનો મારા દ્વારા વિરોધ છે.

તેમજ વોર્ડ નં. ૯માં નાગરિક બેંકથી સાધુવાસવાણી રોડ સુધી ૯૦૦ એમ.એમ. કાચા સ્ટોમ વોટર લાઇન નાખવાના કામે રૂ.૧,૦૯,૦૦,૦૦૦ ના એસ્ટીમેન્ટ સામે મંજુર કરવામાં આવેલ તેની  સામે બી.જી. કન્ટ્રોલ વધારાના પ.૪૦ વધુ ભાવ આપીને આ કામગીરી રૂ.૧,૧૪,૮૪,૬૦૦ના ખર્ચની આ દરખાસ્તમાં પણ વધારાના રૂ.પ,૮૮,૬૦૦ ચૂકવણુ થાય છે. માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે. જયારે શ્રી માધવરાય સિંઘીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૭-૩-ર૦ના રોજ યોજાયેલ મેચ દરમ્યાન રાત્રી ભોજન મટો રૂ. ૧ર૬૦૦-૦૦નો ખર્ચ કરેલ છે. આ ખર્ચ અયોગ્ય છે. જેમાં મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારી સ્વખર્ચ ભોજન કરવું જોઇએ. માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે.

આમ ઉપરોકત ઘણી બધી દરખાસ્તને રીટેન્ડરીંગ કરવામાં આવી છે. તો રીટેન્ડરીંગ કરવાથી પણ ફાયદો થયેલ છે. ખરેખર પ્રજાના પૈસા યોગ્ય જગ્યાએ વાપરીને તેનો સદઉપયોગ વધારા ચૂકવવા સામે ઉપરોકત  દરખાસ્તોનો મારો વિરોધ છે તેમ ઘનશ્યામસિંહે અંતમાં જણાવ્યું છે.

(4:03 pm IST)