Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વોર્ડ નં.૧૧ના રામપાર્કના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૧માં આવેલ શ્રીરામ પાર્ક સોસાયટી શેરી નં.૧૧ના કોમન પ્લોટમાં કોર્પોરેટર વસંતબેન મથુરભાઇ માલવીની ગ્રાંન્ટમાંથી પેવિંગ બ્લોક કામનો પ્રારંભ રૂ.૨૩.૧૦ લાખના ખર્ચે કરવામાં આવ્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે કોર્પોરેટર ઘનશ્યામસિંહ મથુરભાઇ તથા વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, મહીલા પ્રમુખ ધરતીબા ઝાલા, વોર્ડ મહામંત્રી પ્રવિણભાઇ પરમાર, મેહુલભાઇ ગોહેલ, જગદિશભાઇ વાલજીભાઇ લક્કડ, ધીરૂભાઇ ટીલાળા, વિપુલભાઇ કિશોર વાગડીયા, ભરતભાઇ, મથુરભાઇ માલવી સુરજ ડેર તથા વિસ્તાર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)