Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રાજકોટ રેલ્વે દિવ્યાંગોની વ્હારેઃ કન્સેશન કાર્ડ માટે ઓનલાઇન સુવિધા

''દિવ્યાંગ સારથી એપ'' શરૂ કરાઇઃ કન્સેશન કાર્ડ માટે અરજી એપ્લિકેશન મારફત કરી શકાશે

રાજકોટ તા. ૧૬: રેલ્વે પ્રશાસન દ્વારા દિવ્યાંગોને ટ્રેનમાં મુસાફરી માટે રાહત દરે ટિકિટ આપવા માટે ''દિવ્યાંગ કન્સેશન કાર્ડ'' જારી કરવામાં આવે છે. જે અન્વયે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા દિવ્યાંગોને તેમના રેલ્વે કન્સેશન કાર્ડ મેળવવા માટેની અરજી ઓનલાઇન આપવા માટેની સુવિધા શરૂ કરાઇ છે.

આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ હાલમાં કોરોના રોગચાળા (કોવિડ-૧૯) દરમિયાન દિવ્યાંગ મુસાફરોને આ કાર્ડ આપવામાં  અગવડતા ન થાય તે માટે રેલ્વે વહીવટી તંત્ર દ્વારા ''દિવ્યાંગ સારથી એપ'' શરૂ કરવામાં આવી છે. ''દિવ્યાંગ કન્સેશન કાર્ડ'' માટે અરજી કરી શકે છે. આ એપ્લિકેશન સિવાય, દિવ્યાંગ યાત્રી gttps://railsaarthi.in વેબસાઇટમાં લોંગ ઇન કરીને દિવ્યાંગ કન્સેશન કાર્ડ માટે અરજી કરી શકે છે.

વધુમાં અભિનવ જેફએ જણાવ્યડું છે કે, અરજી કરતી વખતે રાજકોટ ડિવિઝનની પસંદગી કરવી ફરજિયાત છે. જેથી અરજી રાજકોટ ડીઆરેએમ ઓફિસને પ્રાપ્ત થઇ શકે છે. આમાં, અરજદારે બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરવી પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. દિવ્યાંગોએ તેમના મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે, જેથી જયારે ''દિવ્યાંગ કન્સેશન કાર્ડ'' તૈયાર થાય ત્યારે અરજદારનો સંપર્ક કરી શકાય. એકવાર કાર્ડ તૈયાર થઇ જાય, પછી અરજદારને ડીઆરેએમ ઓફિસમાં બોલાવવામાં આવશે. જયારે બોલાવવામાં આવે ત્યારે અરજદારએ મૂળ દસ્તાવેજો સાથે હાજર હોવું આવશ્યક છે. એવા લોકો કે જેમણે પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જ અરજી સબમિટ કરી છે. તેમને ફરીથી અરજી કરવાનીજરૂર નથી.

અંતમાં દિવ્યાંગ મુસાફરોને ''રેલવે કન્સેશન કાર્ડ'' મેળવવા માટેની અરજી ઓનલાઇન આપવા માટેની સુવિધાનો લાભ લેવા રેલ્વે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(3:54 pm IST)