Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોઠારીયા રોડ ગુરૂજન સોસાયટીમાં ૧૩મીએ

હેતલબેન ટાંકના આપઘાતના બનાવમાં કારણ અકબંધ છેઃ પિતા રસિકભાઇ ટાંક

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ પર આવેલી ગુરૂજન સોસાયટીમાં રહેતાં હેતલબેન અમિતભાઇ ટાંક (ઉ.વ.૩૯) નામના કડીયા મહિલાએ તા. ૧૩-૧૦ના રોજ પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાના બનાવમાં ભકિતનગર પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં સ્વ. હેતલબેનના પિતા રસિકભાઇ ચીમનભાઇ ટાંકએ એક સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે હેતલબેન માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હતાં. પરંતુ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો છે. જેનું કારણ અકબંધ છે. ઇશ્વર સદ્દગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

(3:09 pm IST)