Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સંજયને અખતરો ભારે પડ્યોઃ ધાધર પર ઝેરી દવા લગાડતાં હાલત બગડી

મોરબીના જુના સાર્દુરકાના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૬: મોરબીના જુના સાર્દુરકા ગામે રહેતાં સંજય કાળુભાઇ હળવદીયા (ઉ.વ.૨૫) નામના યુવાનને ગુપ્તભાગ પાસે સાથળમાં ધાધર થઇ હોઇ તેણે ત્યાં બે દિવસ સુધી મોનોકોટો દવા લગાડતાં દવાનું ઇન્ફેકશન લાગતાં હાલત બગડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જુના સાર્દુરકાના સંજયને ગઇકાલે સાંજે મોરબીની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે પોતાને પેટ અને છાતીમાં દુઃખાવો ઉપડ્યાનું અને ઉલ્ટીઓ થવા માંડ્યાનું કહ્યું હતું. એ પછી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૭માં દાખલ કરવામાં આવતાં ડોકટરે હિસ્ટ્રી પુછતાં સંજયએ સાચી વિગતો જણાવી હતી કે સાથળ અને ગુપ્તાંગ વચ્ચે ધાધર થઇ હોઇ તેમાં બે દિવસથી પોતે મોનોકોટો નામની ઝેરી દવા લગાડતો હતો. આ દવાને કારણે હાલત ખરાબ થઇ ગયાનું જણાતાં તબિબે સારવાર શરૂ કરી હતી અને ઘટનાને પોલીસ કેસ ગણી પોલીસ ચોકીમાં જાણ કરતાં આ અંગે મોરબી પોલીસને જાણ કરાઇ હતી.

(3:08 pm IST)