Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

૩ લાખ ૩૩ હજારનો ચેક રિટર્ન થતાં ઓમ ઓઇલ એજન્સીના પ્રોપરાઇટર સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૬: ઇટાવા (યુ.પી.)માં કાલા બામ્બા, બસરેહર મુકામે ધંધો કરતા ઓમ ઓઇલ એજન્સીના પ્રોપરાઇટર પુરૂષોતમ મહિતાબસિંહ યાદવ વિરૂધ્ધ રાજકોટ જીલ્લાના રાવકી મુકામે એસ.જી. પેટ્રોલીયમના પ્રોપરાઇટર શૈલેષ મનજીભાઇ પોકરે રાજકોટની અદાલતમાં આરોપીએ ખરીદ કરેલ માલની રકમ ચુકવવા આપેલ રકમ રૂ. ૩,૩૩,૬ર૬/-નો ચેક રીટર્ન થતા ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. આરોપીને હાજર થવા આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ જીલ્લાના રાવકી મુકામે એસ.જી. પેટ્રોલીયમના નામે ધંધો કરતા એસ.જી. પેટ્રોલીયમના પ્રોપરાઇટર શૈલેષ મનજીભાઇ પોકરે કાલા બામ્બા, બસરેહર, ઇટાવા (યુ.પી.) મા ઓમ ઓઇલ એજન્સીના નામે ધંધો કરતા પ્રોપરાઇટર પુરૂષોતમ મહિતાબસિંહ યાદવ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે તહોમતદારે ફરીયાદી સાથે ધંધો શરૂ કરી બાદ ડીસ્ટ્રીબ્યુ઼ટર સંબંધેનું ફોર્મ ફલપ કરી ફરીયાદીને આપેલ જેથી તહોમતદાર અમો ફરીયાદીના ડીસ્ટ્રીબ્યુટર/ગ્રાહક હોય અને તહોમતદારે ફરીયાદી પાસેથી તબકકે તબકકે માલ ખરીદ કરેલ અને ખરીદ કરેલ માલ પેટેનું આરોપી પાસે ફરીયાદીનું રકમ રૂ. ૩,૩૩,૬ર૬/-નું લેઝર એકાઉન્ટની વિગતેનું કાયદેસરનું લેણું હોય જે લેણું અદા કરવાની કાનુની તથા નૈતીક જવાબદારી સ્વીકારી આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ ચુકવવા તેઓની બેંકનો ફરીયાદી પેઢીની જોગનો રકમ રૂ. ૩,૩૩,૬ર૬/-નો ચેક ઇસ્યુ કરી આપી આપેલ.

આ ચેક રીટર્ન થશે નહિં અને ચેક માહેનું ફરીયાદીનું લેણું વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા, આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદીનું લેણું કે નોટીસનો જવાબ ન આપતા પ્રથમથી જ ફરીયાદી પેઢીનું લેણું ડુબાડવાનો બદ ઇરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી ચેક રીટર્ન સબંધે આરોપી અમો ઓઇલ એજન્સીના પ્રોપરાઇટર પુરૂષોતમ મહિતાબસિંહ યાદવ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતો તથા દસ્તાવેજી પુરાવા પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પેઢી પાસેથી ડીસ્ટ્રીબ્યુટરશીપ લઇ પોતાના ધંધા અર્થે ખરીદ કરેલ માલની રકમ પરત કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી શૈલેષ પોકર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી રોકાયેલ હતા.

(3:04 pm IST)