Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સગીરા ઉપરના દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ટયુશન ટીચરની જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૬: અત્રે સગીરાના દુષ્કર્મ કેસમાં અરજદાર ''ભવ્ય મનોજભાઇ કરથીયા'' રહે. રાજકોટવાળાને રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીએ ગાંધીગ્રામ-ર (યુર્ની) પો. સ્ટે. રાજકોટમાં એવી ફરિયાદ કરેલ હતી કે તેઓની ૧૬ વર્ષ ૧૧ માસની સગીર વયની દીકરીને આ કામના આરોપી કે જે તેના ટયુશન ટીચર હોય તેથી તેનો લાભ ઉઠાવી તેમની દીકરીને લલચાવી ફોસલાવીને તેની મરજી વિરૂદ્ધ ફરિયાદીના જે પંચાયતનગર યુનિવર્સિટી રોડ સ્થીત નિવાસસ્થાને આવી ર વખત અલગ અલગ તારીખે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને તેઓ દ્વારા ઉપરોકત આરોપી વિરૂધ્ધ ગાંધી ગામ-ર (યુર્ની) પો. સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૩૭૬(ર)(એફ), ૩૭૬(ર)એન, પ૦૬(ર) અને પોકશો એકટ ૪,૬ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આ કામના આરોપીને તા. ર૮-૭-ર૦ર૦ના રોજ પોલીસ દ્વારા ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવેલ હતી જેથી તેઓએ તેમના એડવોકેટ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી.

અરજદાર આરોપીના એડવોકેટની દલીલોને ગ્રાહય રાખી તેમજ એ.પી.પી.શ્રીની દલીલોને ધ્યાને રાખી અરજદાર ''ભવ્ય મનોજભાઇ કરથીયા''ને અમુક શરતોને આધીન રૂ. રપ૦૦૦/- ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના અરજદાર વતી રાજકોટના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા, એ.એમ. મકરાણી રોકાયેલ હતા.

(3:03 pm IST)