Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મુસાફરોની નજર ચૂકવી પૈસા ચોરી કરવાના ગુનામાં રીક્ષા ગેંગના રાજેશ ઉર્ફે ટણીને પાસા

રાજકોટ, તા.૧૬: શહેરના અલગ-અલગ વિસ્તારમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી પૈસા ચોરી કરવાના ગુનામાં સામેલ દેવીપૂજક શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના ત્રીકોણબાગ આસપાસના વિસ્તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી મુસાફરોના પૈસા સેરવી લેતા રીક્ષા ગેંગને એ ડીવીઝન પોલીસે પકડી લીધી હતી. જેમાં ગોંડલ રોડ લોહાનગર મફતીયાપરાના રાજેશ ઉર્ફે ટણી દયારામભાઇ પરમાર (ઉ.વ.૨૭)ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પી.સી.બી.શાળાના પી.આઇ એન.કે.જાડેજા, હેડ કોન્સ રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, કોન્સ રાહુલગીરી ગોસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષી, પીએસઆઇ જે.એમ.ભટ્ટ, એએસઆઇ બી.વી.ગોહીલ, ડી.બી.ખેર, હેડ કોન્સ હારૂનભાઇ ચાનીયા, દીપકભાઇ રાઠોડ, વીરેન્દ્રસિંહ ઝાલા, નરેશભાઇ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, મેરૂભા ઝાલા, વિજયસિંહ જાડેજા તથા કોકીલાબેન સહિતે રાજેશ ઉર્ફે ટણી પરમારની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.

(3:02 pm IST)