Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુના ફોર્મ માટે ઓનલાઇન એન્ટ્રીની પ્રક્રિયા શરૂ

રાજકોટ તા. ૧૬ : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને મરણના દાખલા ન મળવા અંગેના સમાચાર બાબતે રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલના આર.એમ.ઓ.એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તા.૧/૧૦/૨૦૨૦ પહેલા પી.ડી.યુ. હોસ્પિટલ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકા ખાતે મરણના ફોર્મ મોકલવામાં આવતા હતા અને ઓનલાઇન એન્ટ્રી થતી હતી. પરંતુ તા.૧/૧૦/૨૦૨૦થી આર.એમ.સી. દ્વારા મરણના ફોર્મ ઓનલાઇન નોંધ કરવાનું બંધ કરેલ હોઇ ત્યાંથી જણાવેલ કે હોસ્પિટલ ખાતેથી એન્ટ્રી કરી ફોર્મ મોકલવાના રહેશે.

જેથી ઓનલાઇન એન્ટ્રી માટે આઇ.ડી. પાસવર્ડ લેવાની પ્રક્રિયા તા. ૫/૧૦/૨૦૨૦ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ તા.૬/૧૦/૨૦૨૦થી અત્રેની હોસ્પિટલ ખાતે એન્ટ્રી કરવાનું શરૂ કરવામાં આવેલ છે.

હવે પી.ડી.યુ. હોસ્પિટલમાં વોર્ડ/વિભાગ ખાતે દર્દીના મૃત્યુ થયા બાદ વોર્ડમાંથી અત્રેની એમ.એલ.સી. વિભાગમાં મોકલવામાં આવતા તમામ મરણના ફાર્મ સમય મર્યાદામાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(1:11 pm IST)