Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

'ગુરૂ જો દર'ના સાંઇ ભરતલાલનો સંદેશોઃ કોરોનાસે ડરને કી જરૂરત નહિ, સજાગ હોકે નિપટના હૈ

રાજકોટ તા. ૧૬ : 'ગુરૂ જો દર'ના સાંઈ ભરતલાલ વિશ્વ સમક્ષ ઉભી થયેલી કોરોનાની મહામારીથી લોકોએ ડરવાનું નથી તેમ જણાવતાં તેમનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, 'કોરોના સે ડરનેકી જરૂરત નહી હૈ, ઈસ આફતસે હમે સજાગ હોકે નિપટના હૈ !'

આજના આ વિકટ સમયમાં ગુજરાત સરકાર બહું જ સારૃં કામ કરી રહી છે. કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા લોકોને સારી સારવારની સાથે વિવિધ સ્થળોએ કોરોનાના ટેસ્ટની નિશુલ્ક સુવિધા ઉપલબ્ધ બનાવી છે. ત્યારે આપણે સૌએ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ કરાવવા જોઈએ. અને જો થોડી પણ તકલીફ જણાય તો હેલ્પ લાઈનનો સંપર્ક કરી જરૂરી મદદ મેળવી શકીએ છીએ.

કોરોનાની આ મહામારી હવે બહું જલ્દી દૂર થશે. પણ તેના માટે આપણે સૌએ જાગૃત બનવું પડશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કોરોના સામેનો જંગ જીતવા માટે જે માર્ગદર્શિકા આપી છે. તેનું આપણે પાલન કરવું પડશે. આપણે મેળાવડામાં ભેગા થવું ન જોઈએ. માસ્ક અવશ્ય પહેરવું અને મંદિરો કે અન્ય કોઈપણ ધર્મસ્થાનોમાં જઈએ તો પણ સોશ્યલ ડીસ્ટન્સનું પૂરતું ધ્યાન રાખીશું તો આપણા રાજકોટમાંથી કોરોનાનું સંકટ ઝડપથી દૂર થશે અને 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(1:09 pm IST)