Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સત્યમ્ પાર્કમાં ઉંઘની વધુ દવા પીવાઇ જતાં લીલાબેન ચોૈધરીનું મોત

મુળ રાજસ્થાનના મહિલાને બ્લડપ્રેશર-પથરીની બિમારી હતી

રાજકોટ તા. ૧૬: એંસી ફુટ રોડ હુન્ડાઇના શો રૂમ પાસે સત્યમ્ પાર્ક-૪માં રહેતાં મુળ રાજસ્થાનના લીલાબેન રાવતભાઇ ચોૈધરી (ઉ.વ.૪૬) ઉંઘની વધુ પડતી દવા પી જતાં તબિયત બગડતાં મોત નિપજ્યું હતું.

લીલાબેને સાંજે સાડા આઠેક વાગ્યે ઉંઘની વધુ ગોળી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ અંગે હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

લીલાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ રાવતભાઇ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. તેમના સ્વજનોએ કહ્યું હતું કે લીલાબેનને બ્લડપ્રેશર અને પથરીની બિમારી હતી. તેના કારણે તેઓ ઉંઘની દવા લેતાં હતાં. જે વધુ લેવાઇ ગઇ હતી.

નુરાનીપરાની મહિલાનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતાં મુળ યુ.પી.ના પિન્કીબેન શ્રીકાંત અહેરવાલ (ઉ.વ.૨૮) ઘરે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પતિ ચશ્માનું કામ કરે છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આંબેડકરના કાળુભાઇનું બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં આજી વસાહતના આંબેડકરનગરમાં રહેતાં કાળુભાઇ નાજાભાઇ વઘેરા (ઉ.વ.૫૮) રાતે ઘરે બેભાન થઇ જતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(12:58 pm IST)