Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૮૭ કરાર આધારીત અધ્યાપક પસંદગીનો પ્રારંભઃ ઇન્ટરવ્યૂની કાર્યવાહી

ર૦ થી ૬૦ હજારના પગારવાળી નોકરી માટે અનેક ભલામણ

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણીક ભવનોનો ખાલી પડેલી જગ્યાઓ ઉપર આજથી કરાર આધારીત અધ્યાપકોની પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ ગણીતશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર ભવન ફીઝીકસ ભવન, ગુજરાતી ભવન, ફીઝીક ભવન, બાયો સાયન્સ ભવન પત્રકારત્વભવન શિક્ષણશાસ્ત્રીભવન શારિરીક શિક્ષણભવન હોમસાયન્સ ભવન, સોશ્યોલોજી  ભવન, વાણીજય  ભવન સહિતના ભવનોમાં ૮૭ કરાર આધારીત નિયત રીતે ઇન્ટરવ્યું ગોઠવાયા છે

જે માટે આજથી કુલપતિ ડો. નિતીન પેથાણીના વડપણહેઠળ બીજી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે રૃૂ. ર૦ થી ૬૦ હજારના માસીક પગારવાળી નોકરી માટે ભલામણો થઇ રહી હોવાનું જાણવા મળે છે.

(3:57 pm IST)