Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારતની સમરસતામાં પારસીઓનું યોગદાન : પતેતી

વિશ્વનાં ક્રિશ્ચયન મીશનરી અને મુસ્લીમ સમાજે પારસીઓ પાસેથી ખાસ શીખવા જેવું

પતેતી પારસીઓના નવા વર્ષનો દિવસ છે. પતેતીએ એક દિવસ પહેલા ગણાય છે. જે વર્ષનો અંતિમ દિવસ અને વર્ષના ખાતાઓને બંધ કરવાનો દિવસ ગણાય છે. પતેતીની લાક્ષણીકતા એ છે કે, તે દિવસ આગલા વર્ષે કરેલા તમામ પાપો, ખોટા કાર્યો વિગેરેને યાદ કરી આગળનાં વર્ષમાં તેને ન દોહરાવવાનો નિર્ણય કરવાનો દિવસ છે.

ભારતએ વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ધર્મો ધરાવતો દેશ છે. આપણે ત્યાં વિવિધ કોમ તથા વિવિધ ધર્મોના લોકો રહે છે. પારસીઓનું વર્ષો પહેલા ઈરાનમાં મુસ્લીમોનાં ત્રાસથી ભારતમાં ગુજરાતના સંજાર બંદરે ઉતરાણ થયું ત્યારબાદ ગુજરાત અને પુરા ભારતમાં વસ્યાં. આમ, ઈસ્લામ આંતકવાદ પહેલા પણ હતો અને આજે પણ છે. યહુદીઓ, પારસીઓ અને હિન્દુ પ્રજા પર વર્ષોથી આંતકવાદ રહ્યો જ છે. પતેતીએ પારસીઓનો તહેવાર છે અને તે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ (ઝોરોસ્ટ્રીયન કેલેન્ડર મુજબ) ઉજવવામાં આવે છે. પતેતીનાં દિવસે પારસીઓ અગ્ની મંદિરે અથવા અગીયારીની મૂલાકાત લે છે. અગીયારીને અગ્ની મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે,એક વખત ઈરાનથી લાવવામાં આવેલ પવિત્ર અગ્નીને તેજગ્યાએ ઉચ્ચ ધર્મગુરૂઓ દ્વારા સતત પ્રજવલિત રાખવામાં આવે છે. પારસીઓ અહુરા મઝદા ને પૂજે છે. અગ્નીને તેનું સ્વરૂપ માને છે. આ દિવસે પારસીઓ ઉચ્ચ વિચારો સાથેનું જીવન જીવવાનો તથા ઉત્ત્।મ વાણી અને કાર્યો કરવાનો સંકલ્પ કરે છે. આમ, ભારતમાં દુધમાં સાકર ભળે તેમ પારસીઓ ભળી ગયા છે. યાદ કરો, નરીમાં કામા, હોમીભાભા, દાદાભાઈ નવરોજી, તાતા ગૃપ,ગુજરાતના નામાંકીત એડવોકેટ શ્રી શેઠના, રાજકોટના જાણીતા ડો. દસ્તુર

જેવા લોકોએ ભારતમાં રહી વિજ્ઞાન, ઉદ્યોગ, મેડીકલ/એેડવોકેટ વગેરેમાં પુરેપુરૂ પોતાનું યોગદાન આપેલ છે અને આધુનિકતાનો સ્વીકાર કરી દેશભકિતમાં જરાપણ ઉંચ આવા દિધી નથી અને વિશ્વનાં ક્રિષ્ચન મીશનરી અને મુસ્લિમ સમાજે સમાજ સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી જવું તે પારસીઓ પાસેથી ખાસ શીખવા જેવું છે. અને જયારે આજે ભારત દેશમાં આંતકવાદ, ધર્માંતર, બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યારે આંતકવાદીઓને જયારે સજા મળે છે ત્યારે દેશમાં અમુક તત્વો હાલી નીકળે છે કે, અમો મુસ્લીમ છીએ તેથી સજા મળે છે ત્યારે નહીં આંતકવાદ..... નહીં ધર્માંતરણ........ અને સામાજીક સમરસતા મેરી માટી મેરા દેશ..... છતા આજે વિશ્વમાં પારસીકોમની સંખ્યા ઘટતી જાય છે.

પતેતી શબ્દ 'પાઝેદ પટેટ' પરથી આવેલ છે જેનો અર્થ 'રેપિટન્સ' થાય છે. ઝોરોસ્ટ્રીયન માન્યતાઓ ઉચ્ચ વિચારો ઉત્તમ વાણી અને ઉત્ત્।મ કાર્યોના ત્રણ સંકલ્પો પર રચાયેલી છે. આની બહારની તમામ ક્રિયાઓને પાપ ગણવામાં આવે છે.

પુરૂષો પોતાનો પરંપરાગત ડ્રેસ ડગલી અને સ્ત્રીઓ પોતાની પરંપરાગત હેઈરિલુમ ગારા સાડીઓ પહેરે છે. અગીયારીમાં પૂજા કરવામાં આવે છે તથા પવિત્ર અગ્નીને સુખડ ધરવામાં આવે છે.

દરેક ઉત્સવોની જેમ રહેઠાણની સફાઈને આ દિવસોમાં પણ મહત્વની કાર્યવાહી ગણવામાં આવે છે. ચોકચંનદ કે જે છાપેલી રંગોળી હોય છે તેને ઘરના પ્રવેશ દ્વાર પર તથા પગથીયા પર દોરવામાં આવે છે. બાળકોને તીલક કરવામાં આવે છે. નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ઉત્તમ વ્યંજનો બનાવવામાં આવે છે. જશ્ન અથવા આભાર પ્રાર્થનાઓ અગ્ની મંદિરોમાં કરવામાં આવે છે અને સમગ્ર દિવસ કૌટૂમ્બીક વ્યકિતઓને, મિત્રોને મળવામાં અને પરંપરાગત રીતે નવા વર્ષના અભિનંદન, સાલમૂબારક આપવામાં પસાર કરવામાં આવે છે.

સંત ઝોરેસ્ટરના જન્મ દિવસ તરીકે છ દિવસ પછી 'ખોરદાદ સાલ'' ની ઉજવણી કરવામાં આવે છે. પારસીઓ અગીયારી ખાતે પૂજા કરે છેે. આમ, પારસીઓ અગ્નિ પુજક રહ્યા છે અને ભારતીયો પણ અગ્નિ પૂજક રહ્યા છે તે દ્રષ્ટિએ જોઈએ તો ભગવાને પારસીઓને ભારત મોકલેલા હશે. (૨૧.૩૧)

સંકલન : જયેશ સંઘાણી મો. ૯૪ર૮ર ૦૦પર૦

(3:47 pm IST)