Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરૂ તરીકે ઉભરી રહ્યુ છે : પ્રદિપ ડવ

મહાનગરપાલિકા દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઇ : ત્રિરંગો લહેરાવતા મેયર

રાજકોટ તા. ૧૬ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી શહેરના જુદા જુદા વોર્ડમાં યોજવાની પરંપરા છે અને આ પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાતમુહૂર્ત, લોકાર્પણ, સર્વરોગ નિદાન કેમ્પ વિગેરે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ, ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૧ના રોજ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ સમારોહમાં મેયર ડો.પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે મેયર પ્રદિપ ડવ શહેરના નગરજનો જોગ પોતાના સંદેશમાં જણાવેલ કે ભારતના ૭૫માં સ્વતંત્રતા પર્વની રાજકોટના સૌ નાગરિક ભાઈ-બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે ભારતને અંગ્રેજોની ગુલામીની બેડીમાંથી આઝાદ કરાવવામાં પોતાના પ્રાણરૂપી સર્વોચ્ચ બલિદાન આપનાર પૂ.મહાત્મા ગાંધી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે તેમજ દરેક મહાન વીર શહીદો  તથા અન્ય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા નામીઅનામી તમામ ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરૂ છું. આજે આપણે તમામ ક્રાંતિવીરોના કારણે આઝાદીના મીઠા ફળ ખાઈ રહીયા છીએ.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભારત દેશ વિશ્વ ગુરૂ તરીકે ઉભરી રહ્યુ છે. વિશેષમાં સમ્રગ વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીએ કોરોનાને મહાત આપવા ખૂબ પ્રશંશનીય કામગીરી કરેલ છે. ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં વેકસીન ડેવલોપ કરી અને  પ્રધાનમંત્રીએ ૧૩૫ કરોડ દેશવાસીઓને વિનામુલ્યે વેકસીન આપવાનો નિર્ણય કરેલ છે, અને આ કામગીરી સમ્રગ દેશમાં થઈ રહેલ છે.

વધુમાં શ્રી ડવે જણાવ્યું હતું કે, આપણે ગુજરાતની અને ખાસ કરીને આપણા રાજકોટ શહેરની વાત કરીએ તો, સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનારી કોરોના મહામારીના પડકારરૂપ સંજોગોમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારના સહયોગના સથવારે શહેરનું જનજીવન ધબકતું રહ્યું અને શહેરની વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી તેના આપ સૌ સાક્ષી છો. કોરોનાકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રાતદિવસ જોયા વગર સફાઈ કર્મચારીઓથી માંડીને મ્યુનિસિપલ કમિશનર સુધીના સર્વે સખ્ત જહેમત ઉઠાવી રહ્યા છે.

આ શુભ અવસરે રાજકોટ શહેર સ્વચ્છ સુંદર અને રળીયામણું બને તેમજ વિશ્વસ્તરે આગવું સ્થાન મળે તે દિશામાં આપણે સૌ પોતપોતાનું યોગદાન આપે તેવી અપેક્ષા રાખી છે.

'જયાં માનવી,ત્યાં સુવિધા'નાં સંકલ્પ સાથે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સરકારના સાથસહકાર સાથે આગળ ધપી રહી છે અને વિકાસનો સિલસિલો અવિરત જળવાઈ રહેશે તેવી શ્રધ્ધા છે.

અંતમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપુ છું.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, ડે. કમિશનર આશિષકુમાર, સી.કે. નંદાણી, રૂડાના સી.ઈ.એ. ઓફિસર ચેતન ગણાત્રા, કોર્પોરેટરો મનીષભાઈ રાડીયા, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, જયોત્સનાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, મીનાબા જાડેજા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉધરેજા, નરેન્દ્રસિંહ પી. જાડેજા, કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ લુણાગરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશભાઈ આર.પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, ડો.દર્શનાબેન પંડયા, પ્રિતીબેન દોશી, અશ્વિનભાઈ પાંભર, આશબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોળીયા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ એમ. વાઘેલા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, રાણાભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મગનભાઈ સોરઠીયા, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, ભારતીબેન મકવાણા, કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોષી, નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, અનિતાબેન ગોસ્વામી, કિર્તીબા રાણા, રવજીભાઈ મકવાણા, દક્ષાબેન વાઘેલા, પૂર્વ કોર્પોરેટ શિલ્પાબેન જાવીયા, શાસકપક્ષ  કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર તેમજ શિક્ષણ સમિતિના સભ્યો ઉપરાંત અધિકારીગણમાં ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, વિજીલન્સ સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, આસી.કમિશનર હર્ષદ પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, સમીર ધડુક, સીટી એન્જીનીયર કામલીયા, કે. એસ.ગોહિલ, અલ્પાબેન મિત્રા, આરોગ્ય અધિકારી ડો.વાજા, નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ, ડો.ચુનારા, પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેકટર હાપલીયા, પર્યાવરણ અધિકારી નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબા, પી.એ. ટુ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમા, પી.એ.(ટેક.) ટુ કમિશન રૈયાણી, આસી.મેનેજર અમિત ચોલેરા, હરેશ લખતરીયા, કાથરોટીયા, ડાયરેકટર આઈ.ટી. ગોહેલ, પી.એ.ટુ મેયર હિંડોચા, પી.આર.ઓ. ભુપેશ રાઠોડ, તેમજ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો, આરોગ્ય વિભાગના તબીબો તેમજ જુદા જુદા વિભાગોના અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.

(3:45 pm IST)