Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ ફરાર થયેલો પાકો કેદી દિલાવર ઉર્ફ ભોપો પકડાયો

પેરોલ ફરલો સ્કવોડની ટીમે ઘાંચીવાડમાંથી પકડ્યોઃ મહાવ્યથા-ધાડના ગુનામાં સાત વર્ષની સજા પડી છેઃ વારંવાર ભાગી જવાની ટેવ

રાજકોટ તા. ૧૬: જીલ્લા ગાર્ડન પાસે ઘાંચીવાડ-૭માં રહેતો અને મહાવ્યથા તથા લૂંટના ગુનામાં સાત વર્ષની સજા પડતાં પાકા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં રખાયેલો દિલાવર ઉર્ફ ભોપો અકબરભાઇ સાંધી (ઉ.વ.૩૦) ૧૮/૫ના રોજ જેલમાંથી ૨૮ દિવસની પેરોલ પર છુટ્યા બાદ રજા પુરી થવા છતાં ૧૭/૭ના રોજ હાજર ન થઇ ભાગતો ફરતો હોઇ તે તેના ઘર પાસે આવ્યાની બાતમી પેરોલ ફરલો સ્કવોડના જયદેવસિંહ પરમાર તથા એએસઆઇ રાજેશભાઇ ભટ્ટને મળતાં તેને પકડી લઇ કોરોના રિપોર્ટ કરાવતાં તે નેગેટિવ આવતાં જેલમાં રજૂ કરાયો છે.

વર્ષ ૨૦૧૪માં તેને એ-ડિવીઝન પોલીસના ૩૯૭, ૩૯૩, ૧૩૫ હેઠળ ગુનો નોંધાતા સાત વર્ષ કેદની સજા પડી હતી.  આ શખ્સ અવાર-નવાર ભાગી જવાની ટેવ ધરાવે છે. પેરોલ રજા પુરી થયા પછી ભાગતો ફરતો હોઇ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, ઝહીરખાન ખફી, ધમભા જાડેજા, હરપાલસિંહ, બાદલભાઇ, બકુલભાઇ વાઘેલા, ધીરેનભાઇ, કિશોરદાન, મ.અઝહરૂદ્દીન, યોગેન્દ્રસિંહ, યુવરાજસિંહ, સિરાજભાઇ, ભુમિકાબેન, સોનાબેન-શાંતુબેન મુળીયા, ચંદ્રકાંતભાઇ અને હરિભાઇએ આ કામગીરી કરી હતી.

(3:43 pm IST)