Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સગીરાનું અપહરણ કરી જનાર દિપકને કુવાડવા રોડ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધો

સગીરાને ફસાવી ભગાડી જુદા જુદા સ્થળે ફર્યા બાદ પાછી મુકી ગયો હતોઃ કંઇક પીવડાવતાં સગીરાની તબિયત બગડી હોઇ સારવાર પણ લેવી પડી હતી

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર વેલનાથ સોસાયટી સાગર પાર્ક-૨માં રહેતાં દિપક બલરામભાઇ શ્રીવાસ્તવ (ઉ.વ.૨૬)ને  સગીરાના અપહરણના ગુનામાં કુવાડવા રોડ પોલીસે પકડી લીધો છે.

એક સગીરાને મોહજાળમાં ફસાવી મુળ રાજસ્થાનનો આ શખ્સ લલચાવી ફોસલાવી સવારના સમયે ભગાડી ગયો હતો અને સાંજે પાછી મુકી ગયો હતો. આ મામલે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, હરેશભાઇ સારદીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, સતિષભાઇ લાવડીયા અને મુકેશભાઇ સબાડે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી દિપકને પકડી લીધો છે. તે સગીરાના સગાને ઓળખતો હોઇ તે કારણે આવ જા કરતો હોવાથી સંપર્કમાં આવ્યો હતો અને સગીરાને જાળમાં ફસાવી ભગાડી જઇ અલગ અલગ જગ્યાએ ફેરવી પાછી મુકી ગયો હતો.

એ પછી સગીરાએ ઘરે પહોંચી દિપકે પોતાને કંઇક પીવડાવ્યું હોવાથી તબિયત બગડ્યાની ફરિયાદ કરતાં તેણીને સારવાર માટે દાખલ પણ કરવામાં આવી હતી. ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ. આર. ટંડેલે તાકીદે કાર્યવાહી કરવા સુચના આપી હતી.

(3:42 pm IST)