Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારોનું સન્માન : ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂત સહિતના અગ્રણીઓ દ્વારા કાર્યાલય ખાતે ધ્વજવંદન - પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા. ૧૬ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૫મી ઓગસ્ટ ના રોજ સવારે ૧૦ કલાકે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસે માર્ચ રેલી યોજી અંતે કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ને ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ૭૫માં સ્વાતંત્ર્ય દિવસે અશોકભાઈ ડાંગર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ કેમ મજબુત થાય તે સંકલ્પ સાથે અંગ્રજોના વારસદારો જે શાસનો કરે છે તેને કાઢવા માટે સંકલ્પ કરીએ છીએ.

તેમજ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજકોટ શહેર કોંગ્રેસ તથા સૌ આગેવાનો સાથે મળી દંભી અને નકલી રાષ્ટ્રવાદ ખુલ્લા પાડી નિસ્ત નાબુદ કરી ભારતમાતાની ગરીમાને પુનઃસ્થાપિત કરીએ. પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આપણી મહાન સ્વાતંત્ર્ય ચળવળનો ઈતિહાસ એકબીજા સાથે વણાયેલા છે. 'સત્યાગ્રહ થી માંડીને દાંડીકુચ હોય કે અસહકારની ચળવળ હોય સ્વાતંત્ર્ય ની લડતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નિર્ણાયક અને એતિહાસિક ભૂમિકા રહી છે.'

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેશ માટે બલિદાન આપ્યું છે તે તમામને સત સત નમન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના શાશકો લોકોના પ્રશ્નો છે તેને ધ્યાનમાં લીધા વિના એક સરમુખત્યાચાર શાહીની જેમ પાર્ટી ચલાવે છે ત્યારે લોકો છે લોકો માટે લડે તેવા લોકોના હાથમાં સતા આવે તે સંકલ્પ કરીએ.

તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને તેમના વારસદારનું ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ગોપાલનગર ૯/૧૪, કૃપાલી ફલેટ ૪૦૨ માં રહેતા અને જેઓ વિરમગામમાં હતા ત્યારે તેઓ એ સાબરમતી જેલવાસ ભોગવી હતી તેવા સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ભીખાભાઈ શાહના વારસદાર મંજુલાબેન શાહનું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેમજ બીજા સ્વાતંત્ર્ય સેનાની કે જેઓ વિનોદનગર શેરી નં.૮, કોઠારિયા રોડ ખાતે રહેતા સ્વ. ભોપાભાઇ ટોપિયા ના વારસદાર જમનાબેન ટોપિયા નું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારા ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મનપા વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઈ સોરા, દિપ્તીબેન સોલંકી, પ્રતિમાબેન વ્યાસ, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, નીલેશભાઈ મારુ, દીપકભાઈ ઘવા, કનકસિંહ જાડેજા, અજીતભાઈ વાંક, હિરલબેન રાઠોડ, નરેશભાઈ ગઢવી દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને તેમના વારસદાર નું ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

૧૫મી ઓગસ્ટના રોજ ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરવામાં આવી ત્યારે આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મનપા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, રહીમભાઈ સોરા, સુરેશભાઈ બથવાર, દિપ્તીબેન સોલંકી, પ્રતિમાબેન વ્યાસ, ભાર્ગવભાઈ પઢીયાર, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, ભીખાલાલ ગજેરા, પ્રવીણભાઈ મૈયડ તેમજ ફ્રન્ટલ સેલના ચેરમેનો રણજીતભાઈ મુંધવા, યુનુસભાઈ જુણેજા, રાજુભાઈ આમરણીયા, આશિષસિંહ વાઢેર, નરેશભાઈ સાગઠીયા, અંકુરભાઇ માવાણી, ભાવેશભાઈ ખાચરીયા, ઘનશ્યામભાઈ મકવાણા, વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, કેતનભાઈ જરીયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, વાસુરભાઈ ભંભાણી, નરેશભાઈ પરમાર, નારણભાઈ હીરપરા, દીપકભાઈ ઘવા, પૂર્વ કોર્પોરેટરો દિલીપભાઈ આશવાણી, સંજયભાઈ અજુડિયા, રવજીભાઈ ખીમસુરીયા, ગીતાબેન મુછડિયા, વલ્લભભાઈ પરસાણા, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, નીલેશભાઈ મારૂ, શહેરના આગેવાનો સેવાદળ ભુપતસિંહ ઝાલા, વલ્લભભાઈ પટેલ, કિશોરસિંહ જાડેજા, રવિભાઈ ડાંગર, રોહિતભાઈ માલા, કનકસિંહ જાડેજા, અમિતભાઈ રવાણી, ડીબી ગોહિલ, મથુરભાઈ માલવી, સુરેશભાઈ ગરૈયા, સલીમભાઈ કારીયાણીયા, અજીતભાઈ વાંક, હિમાંતભાઈ મેયાત્રા, ભાવેશભાઈ પટેલ, મહેશભાઈ પાસવાન, જીજ્ઞેશભાઈ વાગડિયા, વાલજીભાઈ બથવાર, મનોજભાઈ ગેડિયા, અભિષેકભાઈ તાળા, સરોજબેન રાઠોડ, હિરલબેન રાઠોડ, સોનલબેન, ચંદ્રિકાબેન વરાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)