Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

નવા બસ પોર્ટ પર 'પેટ-પુજા' ફાસ્ટ ફુડ અને નમકીન સ્ટોરનો શુભારંભ

રાજેશભાઇ જેસાણીનું સાહસ : ગોલ્ડન બોય નિરજ ચોપડાના સન્માનમાં કોઇપણ 'નિરજ' નામધારીને ૧ મહીના સુધી ફ્રી નાસ્તો

રાજકોટ : પ્રતિષ્ઠિત 'વેગન ક્રશ બેકરી'વાળા રાજેશભાઇ જેસાણી દ્વારા નવા સાહસરૂપે શહેરમાં નવનિર્મિત બસ પોર્ટ ખાતે 'પેટ-પુજા' નામથી ફાસ્ટ ફુડ અને નમકીનનો સ્ટોરનો શુભારંભ કરાયો છે. ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે આ સ્ટોર ખુલ્લો મુકાયો તે પ્રસંગે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર, કોર્પોરેટર બીપીનભાઇ બેરા, ભાજપ મહીલા મોરચાના પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડીયા, યુવા ભાજપ મહામંત્રી કિશનભાઇ ટીલવા, રઘુભાઇ ધોળકીયા, નીતિનભાઇ ભૂત, તેજશભાઇ જોષી, જયસુખભાઇ પટેલ, પૂર્વેશભાઇ ભટ્ટ સહીતના આગેવાનો ઉપસ્થિત રહેલ. સાથો સાથે દેશને ગૌરવ અપાવનાર ગોલ્ડન બોય નિરજ ચોપડાના સન્માનમાં આ સ્ટોર પર કોઇપણ નિરજ નામ ધરાવતા નાગરિક માટે ૧ મહીનો એટલે કે તા. ૧૪ સપ્ટેમ્બર સુધી તદ્દન ફ્રી નાસ્તાની સુવિધા ઉભી કરાઇ હોવાનું રાજેશભાઇ જેસાણી (મો.૮૪૬૯૧ ૧૧૧૫૧) ની યાદીમાં જણાવાયુ છે.

(3:39 pm IST)