Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રેસકોર્ષ રીંગ રોડ ઉપર ફુડોઝ આઇસ્કીમનો શુભારંભ

ગીર ગાયના દૂધમાંથી બનાવેલ આઇસ્ક્રીમ તેમજ પિઝા, થીક શેઇક, લસ્સી જેવી અનેક વેરાયટી ઉપલબ્ધ તેમજ ફ્રેશ ફ્રુટનાં ૫૯૫માંથી બનાવેલ નેચરલ ફલેવર આઇસ્ક્રીમ

રાજકોટઃ ગોકુલ ડેરી ફાર્મથી આઇસ્ક્રીમની શરૂઆત બાદ ખુશ્બુ આઇસ્ક્રીમની ધમાકેદાર આઇસ્ક્રીમની દુનિયામાં પદાર્પણ અને ત્યારબાદ હવે નવી આઇસ્ક્રીમ પાર્લર ચેઇન ફુડોઝનો રાજકોટમાં શુભારંભ કરેલ છે. આ ઉદઘાટન  બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિરનાં મહંતશ્રી અક્ષર કિર્તી સ્વામી અને મહંતશ્રી વિશ્વવંદુ સ્વામીનાં હસ્તે કરવામાં અવોલ. આ પ્રસંગે ખાદ્યખોરાક ન્યુઝ ચેનલનાં સંચાલક હિમાચલભાઇ મહેતા ઉપસ્થિત રહેલ. સ્વાદપ્રેમી અને પારખું પ્રજાને વિવિધ સ્વાદસભર નવી જ પ્રકારનો આઇસ્ક્રીમ પીરસી નેચરલ અને પ્રિમીયમ આઇસ્ક્રીમની એક નવી જ ઉંચાઇ આંબવા પ્રયાસ કરાયો છે. આ ફુડોઝ આઇસ્ક્રીમમાં વિવિધ ફલેવરનાં આઇસ્ક્રીમ ઉપરાંત સ્પેશ્યલ વેરાયટીમાં ગીર ગાયનાં નેચરલ દુધમાંથી બનાવેલ ગીર કેસરી આઇસ્ક્રીમ, ઉપરાંત તાજા ફ્રુટનાં પ્લપમાંથી બનાવેલ નેચરલ ફલેવર આઇસ્ક્રીમ તેમજ પિઝા, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાય, વફલ, મોન્સ્ટર શેઇ, કોલ્ડ કોકો, થીક શેઇક, લસ્સીની વિવિધ ફલેવર પણ આરામદાયક સીટીંગની સાથે સાથે ફેમીલી વાતાવરણમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. એક સામાન્ય સેન્ટર કે જે ગોંડલથી નજીક આવેલ દેરડી કુંભાજીથી શરૂ કરેલ યાત્રા એક મોટા આઇસ્ક્રીમ મેન્યુફેકચર્સ તરીકે ઉભરી આવ્યુ છે. હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિશાળ નેટવર્ક સાથે ડીલરશીપથી કાર્ય કરી વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક મશીનરી, હાઇઝેનીક મેન્યુફેકચરીંગ યુનિટ, વેલ ફર્નિશ્ડ મેનેજમેન્ટ યુનિટ, ફ્રેન્ચાઇઝી અને ડીલર નેટવર્ક સાથે સતત કાર્યશીલ રહેતુ કસ્ટમર કેર યુનિટ વિકસાવાયુ છે.

(3:33 pm IST)