Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારતીય રેલમાં સખત પરીશ્રમના લીધે રાજકોટ ડીવીઝનનું નામ સુવર્ણ અક્ષરે આ લેખાઇ ગયું છે : અનિલકુમાર જૈન

રેલ્વે મજદુર સંઘ દ્વારા નવનિયુકત ડીઆરએમ અનિલકુમાર જૈનનો ભવ્ય સ્વાગત સમારોહ : મજદુર સંઘ કર્મચારીઓના હકક અને હિત માટે હંમેશા કાર્યરતઃ હિરેન મહેતા

રાજકોટઃ હિરેન મહેતા (મંડલ મંત્રી વે.રે.મજદુર સંઘ રાજકોટ)ની યાદી મુજબ રાજકોટ ડિવીઝનમાં  શ્રી અનિલકુમાર જૈનએ ચાર્જ સંભાળતા નવા ડીઆરએમનું ફુલહાર દ્વારા ભવ્ય સ્વાગત સમારંભનું આયોજન વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા કરવામાં આવેલ.

 ડીઆરએમ શ્રી અનિલકુમાર જૈન ADRM શ્રી જી.પી. સૈનીજી CMC ડો. ચક્રવર્તી SRDOM શ્રી આર.મીનાજી. SRMM શ્રી યાદવજી DOP શ્રી અવિનાશ કુમારજી AOP શ્રી અનિલ શર્માજીનું કરતા ડિવીઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાએ જણાવેલ કે વે.રે.મજદુર સંઘએ રેલ કર્મચારીઓના હકક અને હિત માટે અવિરત કાર્યરત સંગઠન છે. જેમાં કર્મચારીઓના કલ્યાણ હેતુ વિવિધ પ્રવૃતિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ, હેલ્થ ચેક અપ કેમ્પ બોન ડેન્સીટી ચેકઅપ કેમ્પ, વૃક્ષા રોપણ, બાસ્કેટબોલ ટુર્નામેન્ટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ, લોન ટેનીસ, ટુર્નામેન્ટ, ફુટબોલ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી સ્પોર્ટસ એકટીવીટી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

વે.રે. મજદુર સંઘ નિગોશીએશન માનનારૂ સંગઠન છે. પ્રેમના હિસ્સેદાર તરીકે કર્મચારીઓના કલ્યાણ અર્થે અને રેલ સેવા અર્થે વે.રે.મજદુર સંઘનો પ્રશાસનને સહયોગ હંમેશા રહયો છે તેમ જણાવેલ.

શ્રી. જી.પી. સૈનીસર એડીઆર એમ એ. શ્રી અનિલકુમાર જૈનનું સ્વાગત કરતા કહ્યું હતુ કે વે.રે.મજદુર સંઘએ હિરેન મહેતાના નેતૃત્વમાં કર્મચારીના કલ્યાણ હેતુ કાર્યરત મજબુત સંગઠન છે અને આજના આ ભવ્ય સમારોહમાં મને આમંત્રણ આપીને જે સન્માન આપ્યુ તેના માટે હિરેન મહેતાનો તથા તેની ટીમનો આભાર વ્યકત કરેલ તથા રેલ પ્રશાસનમાં રાજકોટ ડીવીઝનનું નામ રોશન થાય એેવી શુભકામનાઓ આપેલ અને વે.રે. મજદુર સંઘની સમગ્ર ટીમને અભિનંદન આપેલ અને વકતવ્ય પૂર્ણ કરેલ.

શ્રી અનીલકુમાર જૈન  ડીઆરએમ રાજકોટએ જણાવેલ કે કોરોના જેવા વૈશ્વિક મહામારીના સમયમાં ઓકિસજન સીલીન્ડર સમગ્ર ભારત દેેશમાં પહોંચાડેલ શ્રમીક ટ્રેન અને અન્ય જરૂરીયાતોની વસ્તુઓ પહોંચાડવામાં રાજકોટ ડીવીઝન રેલ કર્મચારીઓના અવિરત અને સખત પરિશ્રમના લીધે રાજકોટ ડીવીઝનનું નામ સમગ્ર ભારતીય રેલમાં સુવર્ણ અક્ષરે લખાઇ જ ગયું છે અને તેનો પુરેપુરો શ્રેય રાજકોટના રેલ કર્મચારીઓને જાય છે. મને ખુબ ખુશી અનુભવાય છે કે રાજકોટ ડિવીઝનના આવા સંગઠનના સહયોગ સાથે રેલ સેવા અને કર્મચારીઓના કલ્યાણ હેતુ હું કાર્ય કરી શકીશ હું વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતા અને તેઓની સમગ્ર ટીમનો મને આટલુ સન્માન આપવા બદલ આભાર વ્યકત કરૂ છુ અને મારો પ્રયત્ન રહેશે કે રેલકર્મીઓના કલ્યાણ હેતુ વધુમાં વધુ સકારાત્મતા પૂર્વક કાર્યરત રહીશ ફરીથી એક વખત આભાર વ્યકત કરતા પોતાનું વકતવ્ય પૂર્ણ કરેલ.

 આ કાર્યક્રમનું સંચાલન કરતા શ્રીમતી અવની ઓઝાએ જણાવેલ કે ભારતીય રેલ આપણી એક આગવી ઓળખ છે અને ડો. એમ રાઘવૈયાજી જનરલ સેક્રેટરીએ જણાવેલ મુજબ રેલ્વે તંત્ર એક અનોખુ અને આગવુ રાષ્ટ્ર સેવા આપતુ પબ્લીક સેકટર છે જેને ૨૪ * ૭ અવિરત સેવા આપી રાષ્ટ્રહિતમાં જીવનરેખા બનીને ૧૪ લાખ કર્મચારીઓ પોતાની સેવા આપી રહયા છે અને આપણને ગૌરવ છે કે આપણે રેલ પ્રશાસનનો એક અંશ છીએ અને વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘની સાથે જોડાઇને રેલકર્મીઓના હિતમાં પણ કાર્યરત છીએ.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાના નેતૃત્વમાં કેતન જાની, ડીએસ શર્મા, મયુરસિંહ, મનોજ અગ્રવાલ, અભિષેક રંજન, મુકેશ કુમાર રાઠોડ, જસ્મીન ઓઝા, કેતન ભટ્ટી, આર. મીના, બીે.કે. જાડેજા, પી.સી. જાની, ચેતન ઉપાધ્યાય, રફીકભાઇ, કૃણાલ રાજયગુરૂ, વિવેકાનંદ, નરવિર, ચંદ્રેશભાઇ, ઇકબાલભાઇ, એ.ડી.પટેલ, ભુપેશ ચાવડા, જતીન જોશી, ડીએન ઝાલા, જયરાજસિંહ, એ.કે.તિવારી, રાજુશર્મા, દર્શન મેર, ગભરૂભાઇ, બલદેવભાઇ, હરજીભાઇ, રામક્રિષ્ના, પટેલભાઇ, રાજેશ મીના વગેરે...તથા મહિલા વિંગમાં અવની ઓઝાની આગેવાનીમાં દક્ષાબેન રાવલ, ધર્મીષ્ઠા થોરીયા, જયશ્રી એ ધર્મીષ્ઠા પૈજા, વિક્રમબા, દિનાબેન વ્યાસ, હિનાબેન, દિપ્તી સંઘની , પ્રજ્ઞા કારીયા, મધુ કારીયા, દક્ષાબેન અનડકટ, જયોતિ મહેતા, ગીરૂબાલા, દિપીકા સુરાની, ભાવના ગોમે, અન્નપૂર્ણાબા, નીતા પોપટ, રૂપમબેન વગેરેએ જહેમત ઉઠાવેલ.

કાર્યક્રમમાં ડીઆરએમ અનિલકુમાર  જૈન, એડીઆરએમ જીપીસૈની, CMC ડો. ચક્રવતી, SRDOM  આર મીના, SRDMM યાદવજી, ડી.પી.ઓ. અવિનાશ કુમાર, એપીઓ અનિલ શર્માજીનો આભાર વ્યકત કરતા હિરેન મહેતાજીએ કાર્યક્રમનું સમાપન કરેલ તેમ યાદીમાં જણાવાયું છે.

(3:32 pm IST)