Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વોકહાર્ટ હોસ્પિટલમાં ઓબ્સ્ટ્રેટ્રીશ્યન અને ફુલટાઇમ ગાયનેકોલોજીસ્ટ તરીકે ડો. શ્વેતા મેહતા જોડાયા

રાજકોટ, તા. ૧ ૪ : વોકહાર્ટ હોસ્પિટલમાં તાજેતરમાં જ ફુલટાઈમ ઓબ્સ્ટ્રેટ્રીશ્યન અને ગાયનેકોલોજીસ્ટ તરીકે નિષ્ણાંત ડો.શ્વેતા મેહતા જોડાયા છે. તેઓ ભારતમા ઓબ્સ્ટ્રેટ્રીશ્યન અને ગાયનેકોલોજીસ્ટમાં તબીબી છે.

ડો.શ્વેતા લેપ્રોસ્કોપીક અને રોબોટીકસની પઘ્ધતિથી ઓબ્સ્ટ્રેટીક અને ગાયનેકોલોજીકલ સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે તે ઉપરાંત તેઓ આ પઘ્ધતિની સારવારના નિષ્ણાંત છે. આ ઉપરાંત ડો.શ્વેતા મહેતા જઠીલ અને જોખમી પ્રેગ્નન્સી સારવારમાં કુશળતા ધરાવે છે, તથા સામાન્ય અને મહત્વની ગાયનેકોલોજીકલ પ્રોસીઝર કરવામાં તેઓ નિષ્ણાંત છે.

ડો.શ્વેતા મહેતાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્ણાટક, ધારવડની એસ.ડી.એમ.મેડીકલ સાયન્સ કોલેજમાંથી કરેલ છે. આ ઉપરાંત ડી.જી.ઓનો અભ્યાસ પણ એસ.ડી.એમ.મેડીકલ સાયન્સ કોલેજમાંથી કરેલ છે. તેઓએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી મીનીમલ ઈન્વેસીવ સર્જરી માટે તાલીમ લીધેલ છે.

(3:31 pm IST)