Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારતમાં સૌ પ્રથમ વખત હાઇડ્રોલિક સિસ્ટમથી સુસજજ એમ્બ્યુલન્સ વાનનું દાન પીજીવીસીએલ કંપનીના ફંડ હેઠળ ''કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ''ને અપાયું

પીજીવીસીએલ દ્વારા ભારતના ૭પ માં સ્વાતંત્ર દિવસની શાનદાર ઉજવણી કોર્પોરેટ ઓફિસ, રાજકોટ ખાતે કંપનીના મેનેજિંગ ડિરેકટર ડો. ધીમંત બી. વ્યાસ (IAS) ના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો : કંપનીના કુલ રપ૭ કર્મચારીઓને તેમની વર્ષ દરમ્યાનની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ તા. ૧૬: ભારતના ૭પમાં સ્વાતંત્ર દિવસની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેની કોર્પોરેટ ઓફિસ રાજકોટ ખાતે શાનદાર અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના માન. મેનેજિંગ ડિરેકટર સાહેબશ્રી ડો. ધીમંત બી. વ્યાસ IAS ના હસ્તે ત્રિરંગો લ્હેરાવ્યા બાદ તેમના દ્વારા પ્રેરક વકતવ્ય આપવામાં આવ્યું હતું તેમજ પીજીવીસીએલને રાષ્ટ્રીય કક્ષાએ એ+ (A+) રેટિંગ મેળવવા બદલ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

ધ્વજવંદનના કાર્યક્રમ બાદ પીજીવીસીએલ કંપનીના સીએસઆર (CSR) ફંડ હેઠળ ''શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ'' રાજકોટને પશુ-પક્ષીઓને યોગ્ય તબીબી સારવાર મળી રહે તે માટે બે એમ્બ્યુલન્સ વાનનું દાન આપવામાં આવ્યું. ભારતમાં સૌ પ્રથમ વખત મહિન્દ્રા પિકઅપ બોલેરોમાં સ્પેશિયલછ હાઇડ્રોલિક મશીન ફિટ કરવામાં આવ્યું છે જેના ઉપયોગથી પાણીના કૂવામાં કે ઊંડી જગ્યાએ કોઇ પ્રાણી ફસાયેલું હોય તો તેનું રેસકયું પણ કરી શકાશે. માન. મેનેજિંગ ડિરેકટર સાહેબશ્રી ડો. ધીમંત બી. વ્યાસ IAS ના હસ્તે બન્ને એમ્બ્યુલન્સ વાનને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીજીવીસીએલનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કર્મચારીઓ માટે એક એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. માન. મેનેજિંગ ડિરેકટર સાહેબશ્રી ડો. ધીમંત બી. વ્યાસ IAS ના હસ્તે પીજીવીસીએલની તમામ કેડરના કર્મચારીઓમાંથી રપ૭ જેટલા કર્મચારીઓને તેમની વર્ષ દરમ્યાનની શ્રેષ્ઠ કામગીરી અને કંપનીનાં નોંધપાત્ર સેવા બદલ સન્માનીત કરી એવોર્ડ રૂપી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ કર્મચારીઓ માટે ઐતિહાસિક અને યાદગાર સંસ્મરણ બની રહ્યો.

(3:30 pm IST)