Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કર્ફયુનું કડક પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આદેશઃ ૨૮મી સુધી જાહેરનામુ લંબાવાયું

સ્પા હજુય બંધ રાખવાનાઃ દૂકાનો રાતે નવ વાગ્યે બંધ કરવાની રહેશે

રાજકોટ તા. ૧૬: રાજ્ય સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી  માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અગાઉ  સુધારા સાથેનું જાહેરનામુ આપ્યું છે. સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી કર્ફયુનો સમય અગાઉ મુજબનો જ રાત્રીના ૧૧ થી સવારના ૬ સુધીનો રાખ્યો હોઇ  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામામાં સુધારો કરી ૨૮મી સુધી કર્ફયુનો કડક અમલ કરવા સુચના આપી છે.

 દૂકાનદારો  રાત્રીના ૯ સુધી દૂકાનો ખુલી રાખી શકશે એ નિયમ યથાવત રહ્યો છે. કર્ફયુ સમય રાતના ૧૧ થી સવારના ૬ સુધી હતો એ પણ જેમનો તેમ રખાયો છે. બાકીના તમામ નિયમો અગાઉની જેમ યથાવત રખાયા છે.

આ જાહેરનામા હુકમનો અમલ તા. ૧૭/૦૮/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ થી તા. ૨૮/૦૮/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ સુધી કરવાનો રહેશે. તેમ  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

(3:28 pm IST)