Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું : શ્રાવણી સોમવારે દર્શનનો લ્હાવો

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. આમ તો આખો શ્રાવણ માસ શિવ મંદિરો દર્શન પૂજા અભિષેકના કાર્યક્રમો અવિરત ચાલતા હોય છે. પરંતુ શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોય શિવભકતોએ ભગવાન ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજા અર્ચના કરી હતી. રાજકોટમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી જાગનાથ મહાદેવ અને શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે વિવિધ અભિષેક પૂજા અને દર્શનનો લ્હાવો લેતા શિવભકતો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:27 pm IST)