Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ચોરાઉ બાઈક સાથે આશિષ બોરીચાને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો

બે દિ' પહેલા લીંબડીમાંથી ઉઠાંતરી કરી'તીઃ આશિષ અગાઉ ચોરી-દારૂના ગુન્હામાં જૂનાગઢ-રાજકોટમાં પકડાયો'તો

તસ્વીરમાં ચોરાઉ બાઈક સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે

રાજકોટ, તા. ૧૬ :. લીંબડીમાંથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો.

મિલ્કત સંબંધી-વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચના અન્વયે શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પારડી પાસે બાઈક જીજે ૦૭ બીએમ ૯૫૩૦ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ આશિષ મનુભાઈ બોરીચા રે. ભવનાથ તળેટી જૂનાગઢને પકડી પાડી કડક પૂછતાછ કરતા આ બાઈક તેણે બે દિ' પહેલા લીંબડી સીવીલ હોસ્પીટલ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરાઈ હતી. પકડાયેલ આશિષ અગાઉ જૂનાગઢ જીલ્લામાં ઘરફોડી તથા રાજકોટમાં દારૂના ગુન્હામાં પકડાઈ ચૂકયો છે.

આ કામગીરીમાં શાપર-વેરાવળના હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો. દુષ્યંતસિંહ રાણા તથા પો.કો. યોગરાજસિંહ જાડેજા રોકાયા હતા

(12:41 pm IST)