Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પ્રદ્યુમનનગર વીજ સબ ડીવીઝનના ચીફ લાઇનમેન અતુલ વ્‍યાસની શ્રેષ્‍ઠ કામગીરીઃ સન્‍માન કરાયુ

રાજકોટ :.. ભારતના ૭પમાં સ્‍વાતંત્ર્ય દિન સંદર્ભે વીજ બોર્ડની રાજકોટ કોર્પોરેટર ઓફીસ ખાતે ત્રિરંગો લહેરાવાયા બાદ પીજીવીસીએલમાં શ્રેષ્‍ઠ કામગીરી અંગે કર્મચારીઓ-અધિકરીઓનું સન્‍માન કરાયું હતું, એમાં રાજકોટમાં પ્રદ્યુમનનગર વીજ સબ ડીવીઝનના ચીફ લાઇનમેન અતુલ વ્‍યાસનું શ્રેષ્‍ઠ કામગીરી બદલ એમ. ડી. શ્રી ધીમંતકુમાર વ્‍યાસના હસ્‍તે ભવ્‍ય સન્‍માન કરાયું તે નજરે પડે છે. અત્રે એ નોંધનીય છે કે શ્રી અતુલ વ્‍યાસ રાજકોટની વીજ લાઇન, ફોલ્‍ટ તથા રીપેરીંગ કામ અંગે માસ્‍ટર માઇન્‍ડ ગણાય છે, વાવાઝોડા-વરસાદમાં તેમની કાબીલેદાદ કામગીરી રહી હતી.

 

(12:24 pm IST)