Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

'અમૂલ'ના સુકાનીઓ રાજકોટ ડેરીની મુલાકાતે : ચેરમેન શામળભાઇના જન્મદિનની ઉજવણી

રાજકોટ : ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)ના ચેરમેન શામળભાઇ પટેલ, વાલમજીભાઇ હુંબલ અને મેનેજીંગ ડીરેકટર આર.એસ.સોઢીએ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી)ની શુભેચ્છા મુલાકાત લેતા ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા, મેનેજીંગ ડીરેકટર વિનોદ વ્યાસ અને વિભાગીય વડાઓએ તેમને આવકાર્યા હતા. અમૂલના સુકાનીઓએ ડેરીની કામગીરીની પ્રશંસા કરી હતી. જોગાનુજોગ તે દિવસે ૧૪ ઓગસ્ટે ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ (મો. ૯૯૨૫૨ ૦૩૬૯૯)નો જન્મદિન હોવાથી ડેરી ખાતે સાદગીપૂર્ણ સરપ્રાઇઝ ઉજવણી કરવામાં આવી હતી. શામળભાઇ પર શુભેચ્છા વરસી રહી છે.

(3:30 pm IST)