Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા

વિવિધ મંદિરોમાં જઈ પોતે પ્રચારના શ્રી ગણેશ કર્યા:આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા તે સમયે ક્ષત્રીય સમાજ મહિલાઓ દ્વારા પરેશ ધાનાણીનો કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું :ધાનાણી સમક્ષ મહિલાઓ ભાવુક થઈ રડી પડી

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આજે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા પોતાનો ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના દિગજ નેતા પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

તેઓએ આજથી વિવિધ મંદિરોમાં જઈ પોતે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. રાજકોટના આશાપુરા મંદિર ખાતે પરેશ ધાનાણી દર્શન કરવા પહોંચ્યા તે સમયે ક્ષત્રીય સમાજ મહિલાઓ દ્વારા પરેશ ધાનાણીનો કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમ જ પરેશ ધાનાણી સમક્ષ મહિલાઓ ભાવુક થઈ રડી પડી હતી.

પોતાના પ્રચારની શરૂઆત ખોડલધામ ખાતે કાર્યકરો સાથે દર્શન કર્યા કરી શરૂઆત કરી હતી.ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર,તેમજ જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા,અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

   
(7:43 pm IST)