Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અઘરૂ લાગતુ ગણિત હવે સહેલુ લાગવ માંડશે : ‘‘મેથ્‍સ ગુરૂ''નો નવતર પ્રોજેક્‍ટ

રાજકોટ,તા.૧૬ : વિદ્યાર્થી કાળમાં સૌથી અઘરો વિષય કયો? તુરત જવાબ મળે કે ગણિત. ગણિત કેમ અઘરૂ લાગે છે? ગણિત સહેલુ બની શકે નહીં? સૌથી અઘરુ ગણાતુ ગણિત સહેલુ બની શકે છે,પણ એ માટે વ્‍યવસ્‍થિત રીતે સમજાવનાર કોઈ જોઈએ ને? અને સમજનાર પણ જોઈએ. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ સંચાલિત મેથ્‍સ ગુરુ - પ્રોજેકટનું કામ જ આ છે. તેના સભ્‍યો પણ ગણિતના નિષ્‍ણાત છે, અને હા અરધો ડઝન શાળાઓ પણ આ મેથ્‍સ ગુરુની સભ્‍ય બની ગઈ છે.

મેથ્‍સ ગુરુ  પ્રોજેક્‍ટ અંતર્ગત અપાતા મેથ્‍સ ના શિક્ષણથી શાળાના ગણિતના નબળા વિદ્યાર્થીઓને બેઝિક લેવલનું શિક્ષણ મળવાથી શાળાના પરિણામમાં પણ વધારો થાય છે જેથી શાળાની  પ્રતિષ્‍ઠામાં એક પ્રકારની ગુડવીલમાં પણ વધારો થાય છે. આ સાથે શાળામાં ગણિતના શિક્ષકની ઘટ પૂરી કરવી પણ છે.શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સાથે વર્કશોપ, મિટિંગ અને સેમિનાર યોજી ગણિતના શિક્ષણમાં શાળાકક્ષાએથી આવતી સમસ્‍યાનો ઉકેલ શોધી આપવાનું કામ પણ મેથ્‍સ ગુરુ કરે છે.

 આ પ્રોજેકટ અંતર્ગત શાળા ઓમાં જઈ ને ગણિતમાં નબળા વિદ્યાર્થીઓને અમારી અલગથી વિકસાવેલી ટીચીંગ મેથડ દ્રારા ગણિતનું બેઝીકથી શિક્ષણ આપી વિદ્યાર્થીઓમાં ગણિતના વિષયનો ડરને દૂર કરી તેમનો આત્‍મવિશ્વાસ વધારવા  પ્રયાસ થાય છે.તથા ગણિતના હોંશિયાર વિદ્યાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.

આ મેથ્‍સગુરૂ પ્રોજેક્‍ટમાં અત્‍યારે પ્રાથમિક સ્‍તરે એલબીએસ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ, એલબીએસ પ્રાયમરી સ્‍કૂલ,વિરાણી સ્‍કૂલ, સદગુરુ સ્‍કૂલ જગતગુરુ સ્‍કૂલ, મોડેલ સ્‍કૂલ, મહાદેવ સ્‍કૂલ જોડાઈ છે. (હિમેન ભટ્ટ)

(4:16 pm IST)