Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

પરેશ ધાનાણી મેદાનમાં : ધાર્મિક યાત્રા બાદ શુક્રવારે ફોર્મ ભરશે

રાજકોટમાં ૧૯મીએ કોંગ્રેસના ‘‘સ્‍વાભિમાન સંમેલન''માં શકિતસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓ સભા સંબોધશે : આજે કાગવડ, શ્રી ખોડલધામ, વિરપુર પૂ. જલારામબાપા, આશાપુરા માતાજી મંદિર, રણછોડદાસબાપુ આશ્રમ, શ્રી બાલાજી હનુમાનજી મંદિર, શ્રી સ્‍વામિનારાયણ મંદિર સહિતના દેવાલયોમાં દર્શન કરશે

રાજકોટ તા.૧૬: રાજકોટમાં લોકસભા ચુંટણી જંગ બરાબરનો જામ્‍યો છે. આજે ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અને તા.૧૯ ને શુક્રવારે કોંગ્રેસના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી ઉમેદવારી પત્ર રજુ કરશે.

આજે ‘અકિલા' સાથેની વાતચીતમાં રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યુ હતુ કે, આજથી રાજકોટ લોકસભા વિસ્‍તારનો પ્રવાસ ધાર્મિક યાત્રા સાથે શરૂ કરી રહયો છે. આજે અમરેલીથી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં હાજરી આપ્‍યા બાદ આજે રાજકોટ જીલ્લામાં પ્રવેશ્‍યો છું.

પરેશભાઇ ધાનાણીએ ‘‘અકિલા'' ને વધુમાં જણાવ્‍યું હતું કે, ખોડલધામ, કાગવડ બપોરે ૩, વિરપુર, જલારામબાપા મંદિર, બપોરે ૩:૪૫, રામનાથ મહાદેવ, રામનાથ પરા સાંજે ૪:૪૫, આશાપુરા માતાજી મંદિર પેલેશ રોડ સાંજે ૫:૦૦, વિશ્વકર્માજી મંદિર સાંજે ૫:૩૦, વાંકાનેર ઉર્ષમાં હાજરી સાંજે ૬:૩૦, વેલનાથ બાપુ, માંધાતા બાપુ મંદિર, વાંકાનેર સાંજે ૭, રણછોડદાસબાપુ આશ્રમ, કુવાડવા રોડ, રાત્રે ૮:૩૦, ગેબનશાહપીર, જંકશન પ્‍લોટ રાત્રે ૯:૦૦, ડો.આંબેડકર સાહેબ, હોસ્‍પિટલ ચોક રાત્રે ૯:૩૦, શ્રી બાલાજી મંદિર, રાજશ્રી ટોકીઝ રાત્રે ૯:૪૫, શ્રી સ્‍વામીનારાયણ મંદિર, ભુપેન્‍દ્ર રોડ રાત્રે ૧૦:૦૦, ચોટીલા રાત્રે ૧૦:૪૫ વાગ્‍યે પહોંચશે.

કાલે તા. ૧૭ ને ગુરૂવારે શ્રીરામ મંદિર, પોપટપરા રાજકોટમાં સવારે ૮-૦૦, શ્રી જુલેલાલ મંદિર, જુલેલાલનગર સવારે ૮-૧પ, શ્રી રાણીમાં રૂડીમાં મંદિર દરબારગઢ સવારે ૮.૪પ, કબા ગાંધીનો ડેલો કડીયા ૯ લાયન સવારે ૯-૧પ, શ્રી સરદાર સાહેબ, બહુમાળી ભવન સવારે ૯.૩૦, કાર્યાલય રેસકોર્સ ખાતે પ્રેમસ કોન્‍ફરન્‍સ સવારે ૯.૪પ, પ્રેસ કાર્યાલયોની મુલાકાત સવારે ૧૦.૪પ, પડધરી (ઇન્‍ડીયા ગઢબંધન કાર્યકર સાથે સામુહિક સંવાદ બપોરે ર-૦૦, ટંકારા (ઇન્‍ડીયા ગઢબંધન કાર્યકર સાથે સામુહિક સંવાદ) બપોરે ૩.૩૦, શ્રી ચારબાઇ મંદિર થોરાળા, રાજકોટ સાંજે ૭-૦૦, હવેલી સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે સાંજે ૭.૩૦, શ્રી દેવાયત બોદર મવડી ચોકડી, રાત્રે ૮-૦૦, નાગર બોર્ડીંગ, રાજકોટ (ઇન્‍ડીયા ગઢબંધન કાર્યકર સાથે સામુહિક સંવાદ) રાત્રે ૮-૩૦ યોજાશે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યું કે, તા. ૧૯ ને શુક્રવારે કોંગ્રેસનું સ્‍વાભિમાન સંમેલન યોજાશે. જેમાં પ્રદેશ શકિતસિંહ ગોહીલ સહિતના જાહેરસભા સંબોધશે.

ત્‍યારબાદ ૧ર.૩૯ વાગ્‍યે કલેકટર કચેરી રાજકોટ ખાતે પરેશભાઇ ધાનાણી કોંગ્રેસના આગેવાનો સામે ઉમેદવારી ફોર્મ ભરશે.

(3:57 pm IST)