Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

માંડા ડુંગર પાસેથી જયસુખ ઉર્ફ જસાને પિસ્‍તોલ-કાર્ટીસ સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા અને કોન્‍સ. હરદેવસિંહ રાણાની બાતમી

એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. ગરચરની ટીમની કાર્યવાહીઃ મૃત્‍યુ પામનાર દાદાએ હથીયાર આપ્‍યાનું આરોપીનું રટણ

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર નજીક નકલંક સોસાયટી-૧માં મહાકાળી મંદિરવાળી શેરીમાં રહેતાં જયસુખ ઉર્ફ જસો વલ્લભભાઇ વાઘેલા (ઉ.વ.૩૫)ને ક્રાઇમ બ્રાંચે રૂા. ૨૦ હજારની દેશી બનાવટની પિસ્‍તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે.

શહેરમાં શરીર સંબંધી ગુનાઓ અને મિલ્‍કત વિરોધી ગુના અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ અસરકારક કામગીરી કરવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, કોન્‍સ. હરદેવસિંહ રાણાને બાતમી મળતાં માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમામંથી જયસુખ ઉર્ફ જસાને દબોચી લીધો હતો. તેના નેફામાં પિસ્‍તોલ હોવાની બાતમી હોઇ તલાસી લેતાં બે જીવતા કાર્ટીસ સાથેની પિસ્‍તોલ મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

જયસુખ વિરૂધ્‍ધ અગાઉ ડીસીબીમાં દારૂનો ગુનો નોંધાયો હતો. આજીડેમ પોલીસમાં મારામારી-ધમકીનો ગુનો નોંધાયો હોઇ તેમાં તે ફરાર પણ હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એચ. ગરચર, હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, કોન્‍સ. હરદેવસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, અશ્વિનભાઇ પંપાણીયા સહિતે આ કામગીરી કરી હતી.

(3:52 pm IST)