Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દોમડીયા પરિવાર દ્વારા કીટ વિતરણ

પૂ. મુળવંતભાઇ દોમડીયા દ્વારા સ્‍થાપિત વાત્‍સલ્‍ય જ્ઞાન વર્ધક સંઘ પ્રતિષ્‍ઠાન રાજકોટ દ્વારા મુળવંત દોમડીયા સ્‍મૃતિ સદન, કોટક શેરી ખાતેથી જરૂરતમંદ ૧૦૦ પરિવારોને ગુણવતાપૂર્ણ મરચુ, ધાણાજીરૂ, હળદર એક કુલ પ.૫૦૦ કિ.ગ્રા. મસાલાની કીટનું વિનામુલ્‍યે વિતરણ કરાયુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા વાત્‍સલ્‍ય જ્ઞાન વર્ધક સંઘ પ્રતિષ્‍ઠાનના ટ્રસ્‍ટી કિશોરભાઇ દોમડીયા, વિજયભાઇ વોરા, હીમાંશુભાઇ પારેખ, પ્રદીપભાઇ શાહ, નિલેશભાઇ શાહ, રમેશભાઇ ખુંટ, નિતેષભાઇ વાઘેલા, નિશાંત દોમડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:53 pm IST)