Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બી.આર. ટી. એસ.માં સ્‍કોર્પીયો ચલાવતો વિડીયો બનાવી વાયરલ કરનારા હર્ષની ધરપકડ

મિત્રની સ્‍કોર્પીયો લઇ સુરેન્‍દ્રનગરથી રાજકોટ આવ્‍યા બાદ વિડીયો બનાવી ઇન્‍સ્‍ટ્રાગ્રામમાં વાયરલ કર્યો'તો : માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ, તા. ૧૬ : દોઢ સો ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલથી બીગ બજાર વચ્‍ચે બી.આર.ટી. એસ. રૂટ પર સ્‍પીડમાં સ્‍કોર્પીયો ચલાવી વીડીયો બનાવી ઇન્‍સ્‍ટ્રાગ્રામમાં વાયરલ કરનારા શખ્‍સને માલવીયાનગર પોલીસ પકડી લીધો છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રીંગ રોડ નાનામવા સર્કલથી બીગબજાર વચ્‍ચે બી.આર. ટી.એસ. રૂટ ઉપર સ્‍પીડમાં હોવાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વીડીયોમાં દેખાતા શખ્‍સને પકડી પાડવા માટે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઇની સુચનાથી તપાસ હાથ ધરી સાયબર ક્રાઇમ પોલીસની મદદથી માહિતી મેળવી વીડીયો વાયરલ કરનાર હર્ષ ભાવેશભાઇ વાઘેલા (ઉ.વ.ર૧) (રહે. પ્રજાપતિ સોસાયટી શેરી નં. ર, ૪૦ ફૂટ રોડ) ને પકડી લઇ જાહેરનામા ભંગની કાયૃવાહી કરી હતી. આ અંગે હેડ કોન્‍સ. એ.વી. ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)